સહકાર, સમાજ સુરક્ષા, સમાજ સેવા, સ્વાસ્થ્ય સુરક્ષા, સ્વાવલંબન, સ્વરોજગાર માટે હર હંમેશ સમર્પિત કમલમ દૈનિક ની ટીમ
ડાંગ ના મુખ્ય મથક આહવા ખાતે ગાંધીનગર થી પ્રસિદ્ધ થતા કમલમ દૈનિક અખબાર ના બ્યુરો ઓફિસ નું શુભ આરંભ ભારતીય જનતા પાર્ટી ડાંગ ના પ્રમુખ દશરથભાઈ પવાર ના હસ્તે કરાયું હતું. છેવડા ના લોકો સુધી સરકારશ્રી ની યોજનાઓ અને અન્ય સૂચનો પહોંચાડવા માં કમલમ દૈનિક અગ્રેસર રહ્યું છે.ત્યારે વધુ વાત કરતા કમલમ ડાંગ બ્યુરો ચીફ અમરનાથ જગતાપ એ જણાવ્યું હતું કે આ બ્યુરો જન હીત ના કાર્યો અને ડાંગ ની પ્રજા નો આવાજ બનવાનું પવિત્ર પ્રયાસ કરવા કટિબદ્ધ રહેશે.સહકાર, સમાજ સુરક્ષા, સમાજ સેવા, સ્વાસ્થ્ય સુરક્ષા, સ્વાવલંબન, સ્વરોજગાર ના કર્યો ને સમર્પિત રહી કામગીરી કરાશે..બ્યુરો ઓફિસ થી સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ ના ફોર્મ નિઃશુલ્ક ભરી લોકો ને યોજના ઓ નો પૂરતો લાભ અપાવવા નો પ્રયાસ પણ કરાશે.કોરોના ના વિકટ સમય માં ખુબજ સાદગી અને નિયમો નું પાલન કરી બ્યુરો ઑફિસ નું ચૈત્ર નવરાત્રી ,ગુડી પડવા અને ચેટી ચાંદ ના પવિત્ર દિવસે ઉદ્ઘાટન કરાયું જેમાં અતિથિ વીશેષ સરપંચ હરિરામભાઇ સાવંત, આહવા મંડળ પ્રમુખ સંજયભાઈ વ્યવહારે ,ડાંગ જિલ્લા યુવા મોરચા પ્રમુખ સંજયભાઈ પાટીલ, પ્રશાંતભાઈ બોરસે, રાજુભાઈ દુસાને, વિકાસભાઈ જોશી,પાટીલ દાદા, સંજયભાઈ માળી,મુરલીધર બાગુલ, સુરેશભાઈ નાયર, નરેશભાઈ ગવળી વગેરે અગ્રણી ઓ હાજર રહ્યા હતા.કમલમ દૈનિક તંત્રી મહેશ એન પટેલ એ શુભેચ્છા પાઠવી હતી.



