સુરત મહાનગરપાલિકા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે યોજાયેલ ડૉ.બાબાસાહેબ આંબેડકરને વંદના કાર્યક્રમ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૩૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા માનદરવાજા , રીંગરોડ , સુરત ખાતે ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરને વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . જેમાં શહેરના પ્રથમ નાગરિક માન.મેયર શ્રીમતી હેમાલી બોધાવાલા , સાંસદશ્રી સી.આર.પાટીલ , ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી , સંગીતાબેન પાટીલ , વિવેકભાઈ પટેલ , વિનુભાઈ મોરડીયા , પ્રવિણ ઘોઘારી , ડે.મેયરશ્રી દિનેશભાઈ જોધાણી , સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી પરેશ પટેલ , શાસક પક્ષના નેતાશ્રી અમિતસિંગ રાજપૂત , સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષશ્રીમતી પૂર્ણિમાબેન દાવલે , શહરે ભાજપ પ્રમુખશ્રી નિરજનભાઈ ઝાંઝમેરા મ્યુનિ.સદસ્યશ્રીઓ , વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ , મ્યુનિસિપલ સદસ્યશ્રીઓ , અધિકારીશ્રીઓ અને શહેરની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ અધિકારીશ્રીઓએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી ચઢાવી વંદના કરી હતી .







