
મહેસાણા
મહેસાણા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જિલ્લામાં દર્દીઓના સારવાર માટે સાંઇક્રિષ્ણા હોસ્પિટલ કાર્યરત કરવા જણાવ્યુ છે. જે ધ્યાને લઇને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકશન મોડમાં આવી ૧૫૦ બેડની આઇ.સી.યુની વ્યવસ્થા સાથે આગામી ૨૪ કલાકમાં સાંઇક્રિષ્ણા હોસ્પિટલ કાર્યરત થનાર છે.જિલ્લામાં કોવિડ-૧૯ વાયરસની પ્રવર્તમાન પરસ્થિતિ અને વધતા જતા સંક્રમણને પગલે જિલ્લાના નાગરિકોને આરોગ્યની સુખાકારી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. મહેસાણા જિલ્લામાં સાંઇક્રિષ્ણા હોસ્પિટલ કાર્યરત થવાથી કોવિડના દર્દીઓના આરોગ્યની વિશેષ સારવાર થશે.આ ઉપરાંત મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલની સુચનાથી લાયન્સ હોસ્પિટલમાં પણ પથારીઓમાં વધારો કરવા માટેનું આયોજન હાથ ધરેલ છે.
રિપોર્ટ ડેવિડ પટેલ મહેસાણા