
સિવિલ હૉસ્પિટલમાં જે પણ દર્દીઓ દાખલ છે તેમને તથા તેમના સગાવ્હાલાને બંને ટાઈમની ભોજન વ્યવસ્થામાં ભાજપા એ મદદ કરી છે : – શ્રી સી.આર.પાટીલ 2:00 થી 4:00 ના સમયમાં દર્દીઓના સગાવ્હાલા સાથે વિડીયોકૉલ દ્વારા વાત કરાવવામાં આવશે : – શ્રી સી.આર.પાટીલ ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે , આજરોજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે સુરત સિવિલ હોસ્પિટલમાં ભાજપા દ્વારા બનાવવામાં આવેલ હેલ્પ ડેસ્કની મુલાકાત લીધી . શ્રી સી.આર.પાટીલે જણાવ્યુ કે , સિવિલ હૉસ્પિટલમાં જે પણ દર્દીઓ દાખલ છે તેમને તથા તેમના સગાવ્હાલાને પણ બંને ટાઈમની ભોજન વ્યવસ્થામાં ભાજપા એ મદદ કરી છે . 2:00 થી 4:00 ના સમયમાં દર્દીઓના સગાવ્હાલા સાથે વિડીયોકૉલ દ્વારા વાત કરાવવામાં આવશે . રેમેડિસિવીર ઈજેક્શન માટે દર્દીઓના સગાઓને લાઇનમાં ઊભું ન રહેવું પડે તે માટે સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે . ખાનગી હોસ્પિટલોમાં પણ ઇજેક્શન મળી રહે તેવી વ્યવસ્થા સરકાર કરી રહી છે . શ્રી પાટીલે વધુમાં જણાવ્યું કે , કોવિડની સારવાર માટે ડોક્ટર્સ , નર્સિંગ સ્ટાફ અને બાકીના સ્ટાફ પણ ખૂબ ઝીણવટ પૂર્વક કામ કરી રહ્યા છે . જરૂરિયાત કરતાં સવા સો ટકા ઑક્સીજનનો વપરાશ થઈ રહ્યો છે . ઑક્સીજનની અછત આગામી સમયમાં ઊભી ન થાય તે અંગે સુરતના MLA હર્ષ સંઘવી તેમજ તેમની ટીમ દ્વારા NGO મારફતે નવા 400 ઑક્સીજન સિલિન્ડર ની સગવડ ઊભી કરી છે , જેથી સિલિન્ડરના રીફિલિંગમાં અગવડ ઊભી ન થાય