વેરાવળના ધોરણ-૧૨ના વિધાર્થીએ કલેકટરશ્રી અજયપ્રકાશનું આબેહુબ ચિત્ર કંડારી અર્પણ કર્યું

૫૦ થી વધુ બનાવેલા સેલીબ્રેટીના ચિત્રો યુટુબ ચેનેલ શૈલેષ ગોહેલ આર્ટ પર પ્રસારિત કરાઈ છે

        ગીર સોમનાથ ઘણા લોકોને જન્મથી જ કુદરતી બક્ષીસ મળેલી હોય છે. ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં કુદરતી મળેલી પ્રતિભા મહત્વની પુરવાર થાય છે. ઘણા ચિત્રકારો ફોટા કે સામે બેઠેલ વ્યકિતના ચિત્રો બનાવી આપતા હોય છે. ત્યારે વેરાવળના  ભીડીયામા રહેતા અને સેન્ટમેરી હાઈસ્કુલમાં ધોરણ-૧૨ના વિધાર્થી શૈલેષ હરીરામ ગોહેલ કાગળ પર ખુબ સારા ચિત્રો કંડારે છે. શૈલેષ ગોહેલે કલેકટરશ્રીનુ ચિત્ર પેપરમાં પેન્શીલથી આબેહુબ કંડારી કલેકટરશ્રીને અર્પણ કર્યું હતું. તેઓશ્રીએ વિધાર્થી શૈલેષ ગોહેલ દ્રારા કંડારવામાં આવેલ ચિત્રને બિરદાવી ઉજ્જળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

      ભીડીયા ખારવા સમાજના સામાન્ય પરિવાર માંથી આવતા શૈલેષ ગોહેલે જણાવ્યું હતું કે, મને ચિત્ર બનાવવાનો શોખ હતો અને હું સમયાંતરે ચિત્રો કંડારતો હતો પરંતુ ગત વર્ષે  લોકડાઉન અમલમાં આવ્યા બાદ ઘરે વધુ સમય મળતા મે કોઈપણ વ્યક્તિ કે સેલિબ્રેટીના ફોટા ઉપરથી તેમનું ચિત્ર બનાવવા પર મહેનત કરી હતી. જ્યારે હું કોઇપણ વ્યક્તિના ફોટા પરથી તેમનું ૮ થી ૧૦ કલાકના સમય ગાળામાં પેન્સીલ, પેન અને કલરના ઉપયોગથી કાગળ પર ખુબ સારૂ આબેહુબ ચિત્રો બનાવી આપુ છું. અત્યારસુધીમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, દિપિકા પાદુકોણ સહિતના સેલીબ્રિટી થી લઈને સામાન્ય વ્યક્તિના ૫૦ થી વધુ ચિત્રો કંડારી અર્પણ કર્યા છે. યુટુબ ચેનેલમાં શૈલેષ ગોહેલ આર્ટ પર જુદા-જુદા બનાવવામાં આવતા ચિત્રો પ્રસારિત કરવામાં આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *