અડધી સદી ઉપર વીતવા પછી મળેલ પાકા ડામર રોડની સુવિધા કોન્ટ્રાકટરની ઢીલી નીતિથી 8 મહિનાથી રસ્તો ખોદી રોડ નહિ બનાવતા રસ્તો પણ છીનવાયો:હનુમાન મોરી ગામના લોકો ત્રસ્ત

અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામના પેટાપરા હનુમાનમોરી ગામના લોકોને માટે રસ્તા અને મુશ્કેલી એકબીજા ના પરિયયાય બન્યા હોય એમ પેટાપરા વસવાટ ને 55 વર્ષ કરતા વધુ વર્ષ વિતવા છતાં રસ્તાની માંગણી અને ત્યાર બાદ રસ્તો મંજુર થયાને 8 માસ જેટલો સમય વિતવા છતાં કોન્ટ્રાક્ટર ની આડોડાઈ ના કારણે રસ્તાનું કામ સ્થગિત કરી દેતા કામપૂર્ણ ન થતા લોકો રોષ જોવા મળી રહ્યો છે..મોટી મોટી મેટલ રસ્તા પર નાખતા લોકો 8 માસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

      મોડાસા ના સાકરીયા ગામના પેટાપરા હનુમાનમોરી ગામ ના લોકો...કે જેમના માટે આંદોલન અને માંગણીઓ સહજ બની ગઈ છે. કેમ કે વિકાસ ની હરણફાળ માં આ ગામના લોકોની વ્યથા ને તંત્ર અને કોન્ટ્રાક્ટર નેવે મુકવામાં કાઈ બાકી નથી રાખ્યું.. વાત જાણે એમ છે કે મેશ્વો જલાગાર ડૂબ વિસ્તારના અસર ગ્રસ્તોએ સાકરીયા નજીક પુન: વસવાટ કરી હનુમાનમોરી ગામ વસાવ્યું હતું. સરકાર દ્વારા વસાવાયેલા આ ગ્રામજનોને વસવાટના 55 થી વધુ વર્ષે પસાર થઈ ગયા છે..પણ રોડ જેવી પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત નહી થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા..અનેક રજૂઆતો અને માંગણીઓ બાદ આઠ માસ પહેલા ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી 900 મીટર નો રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો..ટેન્ડરિંગ બાદ કોન્ટ્રાક્ટર ને કામ પણ આપી દેવામાં આવ્યું હતું..પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર મોટી મોટી મેટલ પથારી કામ બંધ કરી દેતા લોકો ની મુશ્કેલી માં વધારો થયો છે..ગામ લોકો દ્વારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ને અનેક રજૂઆતો કરવા છતાં રસ્તા ના બંધ પડેલા કામ ને શરૂ કરવામાં આવ્યું નથી જેથી લોકો રોષે ભરાયા છે..અગાઉ રસ્તો મંજુર કરાવવા માટે અનેક રજૂઆતો કરવી પડી હતી રોડ મંજુર કરાવવા માટે ગામ લોકો એ ચૂંટણી બહિષ્કાર કરવા સુધી ની ચીમકી ઉચ્ચારી હતી..ત્યારે  રોડ મંજુર થયાંના 8 માસ બાદ પણ રસ્તા ની સુવિધા ન મળતા ગામ લોકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે..આ મામલે ગામ લોકો એ કોન્ટ્રાક્ટર ને રજુઆત કરતા કોન્ટ્રાક્ટર દ્વારા પણ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપવામાં આવતો હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે 

-હનુમાન મોરી ગામના અગ્રણી મનહરભાઈ રોડ વગર કેવી તકલીફોનો સામનો કરવો પડે છે ગામલોકોને તે વાંચો

     મોડાસા થી 5 કિલોમીટર ના અંતરે આવેલું આ ગામમાં જવાના રસ્તા પર એટલી મોટી મેટલ નાખવામાં આવી છે કે બાઈક ચાલકો અવારનવાર આ રસ્તા પર પડી જતા હોય છે.બે ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા ના પણ કિસ્સાઓ સામે આવ્યા છે તો સાથે જ બાળકો શાળાએ જઈ નથી શકતા, દૂધ ભરાવવા જતા લોકો ના દૂધ પણ આ ખરાબ રસ્તા ના કારણે ઢોળાઈ જવાના બનાવો બનતા રહે છે. સૌથી અગત્ય ની બાબત એ છે કે 108 ઇમરજન્સી વાન કે અન્ય કોઇ વાહન આવી શકતું નથી.ત્યારે કલેક્ટર અને અન્ય અધિકારીઓ સુધી અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા ગ્રામજનો ફરીથી કલેક્ટર ને આવેદનપત્ર આપી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ નોટિસ આપી ઝડપથી કામ પૂર્ણ થાય તેવી માંગ કરવા મજબૂર બન્યા છે...જો રોડ નું કામ ઝડપથી શરૂ કરી ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી લોકો ની માંગ છે..ત્યારે જોવાનું એ રહ્યું કે લોક વસવાટ ને 55 વર્ષ  થી રોડ જેવી પ્રાથમિક સુવિધા માટે વલખા મારતાં ગામલોકોને તંત્ર વિકાસ ની સાચી પરિભાસા ક્યારે બતાવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *