ખેડા જિલ્લાના ગામડાઓમાં પણ હવે કોરોનાએ કહેર મચાવ્યો છે જે ગામડાના ગરીબ લોકોને સીટી સ્કેન રિપોર્ટ કરવાના રૂપિયા નથી ત્યારે બેહાલ બનેલી પ્રજા માટે સંતરામ મંદિર વહારે આવ્યું છે સંતરામ મંદિર દ્વારા નિઃશુલ્ક સીટીસ્કેન કાઢી આપવાની જાહેરાત કરાઈ છે.
મંદિર દ્વારા કોરોનાને લગતી આયુર્વેદિક સારવાર પણ નિઃશુલ્ક કરવામાં આવશેશ્રી સંતરામ રેડીયોલોજી એન્ડ ઈમેજીંગ સેન્ટર તા. ૧૪-૫-૨૦૨૧ શુક્રવાર (અખાત્રીજ)ના દિવસથી તા ૩૦-૬-૨૦૨૧ સુધી જનસેવાના પ્રકલ્પરૂપે ફક્ત HRCT સીટી સ્કેન કોવીડ તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે ગીતા મંદિર પાસે આવેલ શ્રી સંતરામ મંદિર સેવા કેન્દ્ર સવારે 9:30 થી 11:30 સુધી આ સેવાનો લાભ લઇ શકાશે જે દર્દીઓએ રેપિડ ટેસ્ટ અથવા તો આરટીપીસીઆરના રિપોર્ટની નકલ અને આધારકાર્ડની નકલ સાથે લઇને જવું તેમ જણાવાયું છે ખરેખર આ પ્રસંશનીય સેવા ખેડા જિલ્લાના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.
રિપોર્ટ : રાકેશ મકવાણા (ખેડા )

