વલસાડ ખાતે કોરોના સંક્રમણ થયેલા લોકો ને બચાવવા માટે આવશ્યક દવાઓ નો બીજો લોટ અંદાજે રૂપિયા ૫૮ લાખ રૂપિયા નો મંત્રી શ્રી. રમણભાઈ પાટકર નાં હસ્તે સુપ્રત કરાયો


કોવિડ 19 સંક્રમણ લોકો ને બચાવવા માટે કર્યો કરતા અધિકારીઓ સામાજિક સંસ્થાઓ ના પ્રતિનિધિઓને આવશ્યક દવાઓ નો 58 લાખ ની કિંમત નો સુપ્રત રાજ્યકક્ષા નાં વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી. રમણભાઈ પાટકર નાં હસ્તે જીલ્લા સેવાસદન ( કલેક્ટર કચેરી ) વલસાડ ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને ટ્રસ્ટી શ્રી. વિજય ભાઈ એમ. રૂપાણી નાં સહયોગ થી કોવિડ – ૧૯ સંક્રમણ થી લોકો ને બચાવવા અમુક આવશ્યક દવાઓ નો બીજો લોટ જે અંદાજે રૂપિયા ૫૮ લાખથી વધુ નો છે તે સુપ્રત કરાયો ,
આ પ્રસંગે મંત્રી શ્રી. પાટકર એ શ્રીમદ રાજચંદ્ર મિશન સંસ્થા અને ટ્રસ્ટીગણ નો આ વિપત્તિ નાં સમયે આદિવાસી બહુલ વસ્તી ધરાવતા એરિયા માટે ની સંવેદના માટે સરકારશ્રી તરફ થી આભાર માનેલ , આવાજ માનવ સેવાકાર્યો કરતા રહેવા માટે શુભેચ્છાઓ આપી હતી

આ માનવસેવા નાં પ્રસંગે સાંસદ શ્રી. ડો. કે. સી. પટેલ , ધારાસભ્યો શ્રી. ભરત ભાઈ પટેલ ( વલસાડ ) , શ્રી. અરવિંદ ભાઈ પટેલ ( ધરમપુર ) , ડેપ્યુટી કલેક્ટર શ્રી. બાબુલ સાહેબ , ભાજપ અગ્રણી મહેશ ભાઈ ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *