અરવલ્લી તાઉતે વાવાઝોડાની અસરના પગલે અરવલ્લી જીલ્લામાં ભારે પવન સાથે છેલ્લા બે દીવસ થી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોડાસા – હિંમતનગર રાજ્ય ધોરીમાર્ગ પર ગાઢ અંધારું અને વરસાદના પગલે શામપુર પાટીયા નજીક બાઈક ચાલક ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા રોડ પર પટકાઈ પડ્યો હતો મોડાસા એઆરટીઓ વિપુલ દેસાઈ ફરજ પૂરી કરી પરત ઘરે જતા રોડ પર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન પડેલ બાઈક ચાલકને જોતા થંભી ગયા હતા અને બાઈક ચાલકને સારવાર અર્થે ખસેડવા રોડ પરથી પસાર થતા વાહનચાલકોની મદદ માંગતા મદદ ન મળતા આખરે રૂરલ પીઆઇ એમ.બી.તોમર પાસે મદદ માંગતા તાબડતોડ સરડોઈ ઓપીના પોલીસકર્મીઓને ઘટનાસ્થળે મોકલી ગંભીર ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે દવાખાને ખસેડતા બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો સાબરકાંઠા જીલ્લાના કેશરપુરા ગામના બાબુસિંહ સોમસિંહ પરમાર બાઈક લઇ નીકળ્યા હતા મોડાસાના શામપુર નજીકથી પસાર થતા સમયે વાવાઝોડાની અસરના પગલે ગાઢ અંધારામાં વરસાદ પણ શરુ થતા આગળ જઈ રહેલ ટ્રક ન દેખાતા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાતા બાઈક ચાલક બાબુસિંહના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બેભાન હાલતમાં બાઈક સાથે રોડ પર પડી રહ્યા હતા ત્યારે મોડાસામાં એઆરટીઓ તરીકે ફરજ બજાવતા વિપુલ દેસાઈ ત્યાંથી પસાર થતા અંધારામાં બેભાન હાલતમાં પડેલા બાઈક ચાલકને જોતા ઉભા રહી ગયા હતા બાઈક ચાલકને સારવાર માટે દવાખાને લઇ જવા રોડ પરથી પસાર થતા વાહનચાલકો પાસે મદદ માંગતા વાહનચાલકો મદદ માટે તૈયાર ન થતા તેમને મોડાસા રૂરલ પીઆઈ તોમરને સમગ્ર ઘટના અંગે જાણ કરતા નજીક સરડોઇ ઓપીમાં ફરજ બજાવતા કર્મચારીઓને ઘટનાસ્થળે મદદ માટે મોકલી આપી ઈજાગ્રસ્ત બેભાન અવસ્થામાં પડી રહેલા બાઈક ચાલકને તાબડતોડ નજીક મેઢાસણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડતા તબીબોની સઘન સારવાર સમયસર મળી રહેતા બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની ઘટનાની જાણ બાઈક ચાલકના પરિવારજનોને થતા દવાખાને પહોંચ્યા હતા અને એઆરટીઓ વિપુલ દેસાઈ અને મોડાસા રૂરલ પોલીસ કર્મચારીઓની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો

