કોરોના વાયરસ મહામારી સમયે માસ્ક પહેરવું ફરજીયાત છે ત્યારે માસ્ક પહેરવા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે શંખેશ્વર ખાતે માસ્ક ડ્રાઈવ યોજાઈ હતી. તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.એલ.દેસાઈ, મામલતદારશ્રી એન.બી.પ્રજાપતિ તથા બ્લોક હેલ્થ ઑફિસરશ્રી દ્વારા પોલીસ જવાનોને સાથે રાખી સંયુક્ત રીતે યોજાયેલી માસ્ક ડ્રાઈવમાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસુલવા ઉપરાંત જાહેરમાર્ગો પર ફરતાં નાગરીકો તથા દુકાનદારો સહિતના લોકોને માસ્ક પહેરવા સુચના આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *