આજે 25 મે ના રોજ રાજસ્થાન ની સરહદ ખુલનાર હતી તે હવે 8 જુને ખુલશે
અંબાજી રાજસ્થાન માં સતત વધી રહેલા કોરોના સંક્ર્મણ ને લઈ રાજસ્થાન સરકારે ગત 10 મે થી 24 મે સુધી સમગ્ર રાજ્ય માં 14 દિવસ ના લોકડાઉન ની જાહેરાત કરી હતી .જે આજે 25 મે ના રોજ રાજસ્થાન ની સરહદ ખુલનાર હતી પણ રાજસ્થાન માં કોરોના ની બીજી લહેર ઘાતક પુરવાર થઇ ને હજી પણ જે રીતે કોરોના ના કેસ વધી રહ્યા છે તેને લઈ રાજસ્થાન માં લોકડાઉંન લંબાવામાં આવ્યું છે ને ફરી અંબાજી નજીક રાજસ્થાન ની સરહદ છાપરી ચેકપોસ્ટ થી અવરજવર થતા તમામ વાહનો ઉપર પ્રતિબંધ લગાવી બોર્ડર ને સીલ જ રાખવામાં આવી છે. ને આગામી 8 જૂન સુધી 15 દિવસનુ લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે .જેને લઈ રાજસ્થાન રોડવેઝ સહીત ગુજરાત એસ.ટી નિગમ ની બસો ના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જયારે ખાનગી વાહનો ને અતિ આવશ્યકતા વાળાઓ ને RT PCR જેવા જરૂરી દસ્તાવેજો ચકાસી ને જ રાજસ્થાન માં પ્રવેશ અપાઈ રહ્યો છે ને ખાનગી વાહનો માં જતા મુસાફરો પાસે પોતાના કોરોના ના RT- PCR ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ બતાવા ફરજ પડાય છે હાલ માં કોરોના ની ત્રીજી લહેર આવે નહીં તેના માટે કોરોના ની ચેઇન તોડવા ગુજરાત માંથી માઉન્ટ આબુ તરફ જતા વાહનો ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે ને રાજસ્થાન સરકાર ના આ પગલાં ને કોરોના ને કંટ્રોલ કરવા જરૂરી માનવામાં આવી રહ્યું છેતેમ છાપરી રાજસ્થાન સરહદ ચેકપોસ્ટના અરવિંદસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ
મહેન્દ્ર અગ્રવાલ-અંબાજી, બનાસકાંઠા




