શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજના અધ્યક્ષ શ્રી તારાચંદભાઈ છેડાને શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા દ્વારા ઓકિસજન કોન્સર્ટર મશીન અપર્ણ કરવામાં આવ્યા

શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજના અધ્યક્ષ શ્રી તારાચંદભાઈ છેડાને શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા દ્વારા શ્રી સર્વ મંગલ ફેમેલી ટ્રસ્ટ અને શ્રી એમ . એસ.આઈ. ચેરિટેબલ ટ્રસ્ટ ( અમેરિકા ) ના સહકારથી કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓકિસજનની પ્રાથમિક સારવાર મળે તે માટે ચાર નંગ ઓકિસજન કોન્સર્ટર મશીન અપર્ણ કરવામાં આવ્યા . આ મશીન જરૂરતમંદ દર્દીઓને ક.વી.ઓ. સંકુલ , અમરસન્સ ભવન , જી.ઈ.બી. ની સામે , વિજય નગર , ભુજ મધ્યેથી વિના મુલ્ય મેળવી શકશે . આ પ્રસંગે શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના મેનેજર શ્રી ભરતભાઈ સંધાર , શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજના ટ્રસ્ટી શ્રી હરેશભાઈ ગોગરી , શ્રી ઘેરીભાઈ છેડા હાજર રહયા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *