અરવલ્લી મોડાસા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં તાલુકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ અને તાલુકા પ્રાથમિક શિક્ષક પરિવારના ઉપક્રમે મોડાસા તાલુકામાં કોરોના થી અવસાન પામેલા છ શિક્ષકોના પરિવાર સાથે બે મિનિટનુ મૌન પાળીને તા.પ્રા. શિક્ષક પરિવાર વતી પ્રતિ શિક્ષક દીઠ રૂપિયા એક એક લાખના ચેકોનુ વિતરણ કરવામાં આવ્યું હતું,જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી લીલાબેન સુવેરા,સિનિયર ક્લાર્ક છગનભાઈ વણકર તેમજ તાલુકા પ્રાથમિક.શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઈ પટેલ ,મંત્રી ભાવેશભાઈ પટેલ,સહમંત્રી પ્રકાશભાઈ વણકર,હસમુખભાઈ વણકર,ભરતભાઈ પંચાલ,જૂથ મંત્રી નારણભાઈ પટેલ,નરેન્દ્રભાઈ પટેલ,મિનેશભાઈ પંચાલ તેમજ અન્ય શિક્ષક મિત્રોની ઉપસ્થિતિમાં જૂથ વીમો,જી.પી.એફ ,ઉચ્ચક નાણાકીય સહાય,રાષ્ટ્રીય કલ્યાણ નિધની રકમ અને મરણોત્તર ક્રિયા સહાયની ફાઈલો તૈયાર કરવામાં આવી હતી.




