પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-કાલીબેલની મુલાકાત લેતા કલેકટર શ્રી ભાવિન પંડયા

જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી તથા પી.એચ.સી. નોડલ અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત ગ્રામજનોને વેકસીન બાબતે સાચી સમજ આપવાની હિમાયત

ડાંગ અમરનાથ જગતાપ

આહવા; ‘કોરોના’ સામે પ્રજાજનોને સુરક્ષિત કરવાના ભગીરથ કાર્ય માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓનો કાફલો, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના જનપ્રતિનિધિઓ સાથે ડાંગના ગામડાઓ ખુંદી રહ્યા છે.
અંતરિયાળ વિસ્તારના ગામેગામ વ્યાપક જનજાગૃતિ કેળવીને પ્રજાજનોને વેક્સીન માટે પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડયા, તેમના ચુનંદા અધિકારીઓ સાથે પ્રતિદિન ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતો લઇ, જિલ્લામા ચાલી રહેલી વેક્સીનેસનની કામગીરીનો જાયજો લઈ રહ્યા છે. તાજેતરમા આવી જ એક ગ્રામ્ય મુલાકાત વેળા કલેકટરશ્રી એ તાપી જિલ્લાના સરહદી વિસ્તારના કાલિબેલ ગામની મુલાકાત લીધી હતી.
કલેકટરશ્રી ની આ મુલાકાત વેળા તેમની સાથે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, પી.એચ.સી.ના નોડલ અધિકારી શ્રી હેમંત ઢીમ્મર સહિતના અધિકારી, પદાધિકારીઓએ ઉપસ્થિત રહી કલેકટર શ્રી પંડયાની મુહીમમા તેમનો યથોચિત સહયોગ પૂરો પાડયો હતો.
ડાંગ જિલ્લામા લક્ષિત લાભાર્થીઓ સુધી સમયસર વેક્સીન પહોંચે, અને તેઓ ઉત્સાહભેર વેક્સીન લઈને કોરોનાને દેશવટો આપવાના કાર્યમા યોગદાન આપી શકે તે માટે આ ઉચ્ચાધિકારીઓ તથા પ્રજા પ્રતિનિધીઓએ, જિલ્લામા વેક્સીન લેવા બાબતે પ્રવર્તતી કેટલીક ગેર માન્યતાઓ, અફવાઓ, અંધશ્રદ્ધાઓ વિગેરે સામે લાભાર્થીઓને સાચી સમજ અને માર્ગદર્શન મળી રહે, તેઓ વેક્સીન બાબતે પ્રોત્સાહિત થઇ શકે, અને અહી સો ટકા વેક્સીનેસન થાય તે માટે માર્ગદર્શિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા વિશેષ ‘વેક્સીનેસન ડ્રાઈવ’ હાથ ધરીને આ કામગીરીને ઝડપી બનાવવામા આવી છે. આ માટે જિલ્લાના દસે દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વેક્સીનેસનની કામગીરીમા મદદરૂપ થવા માટે જિલ્લા કક્ષાના અધિકારીઓને ‘નોડલ ઓફિસરો’ તરીકે નિયુક્ત કરાયા છે. જેમના દ્વારા સંબંધિત પી.એચ.સી.ના કાર્યક્ષેત્રના ગામોમા લક્ષ કેન્દ્રિત કરવા સાથે શ્રેણીબદ્ધ ‘ઓટલા પરિષદ’ અને ‘ચર્ચા સભાઓ’ તથા ગ્રામજનોની મુલાકાતો યોજી સ્થાનિક જન પ્રતિનિધિઓની ભાગીદારીતા સાથે વેક્સીનેસન વધારવાના પ્રયાસો હાથ ધરાયા છે.
ડાંગ જિલ્લાના કાલિબેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યવિસ્તારમા ૨૫ ગામો અને પાંચ સબ સેન્ટરો આવેલા છે. અહિયા ૪૬૮૧ જેટલા ૪૫ લાભાર્થીઓ નોંધાયા છે. જે પૈકી ૧૯૩૭ (૪૧.૩૮ ટકા) લોકોને વેક્સીન આપી દેવામા આવી છે, એમ નોડલ ઓફિસર શ્રી હેમંત ધીમ્મરે પુરક વિગતો આપતા જણાવ્યુ હતુ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM