
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગુજરાતમાં ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટરના વિકાસને નવો વેગ આપવા વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા Gujarat Global Capability Center (GCC) પૉલિસી 2025-30ના અસરકારક અમલીકરણ માટે Operational Guidelines 1.0 જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા દ્વારા GCCની ઓળખ, પાત્રતા, નવા સેન્ટરની સ્થાપના, હાલના સેન્ટરના વિસ્તરણ અને વિવિધ પ્રોત્સાહક સહાય મેળવવાની પ્રક્રિયા માટે સ્પષ્ટ માળખું નક્કી કરાયું છે.
મુખ્યમંત્રીશ્રીનાં માર્ગદર્શન તથા વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનાં નેતૃત્વ હેઠળ જાહેર કરાયેલી આ માર્ગદર્શિકાની વિશેષતા એ છે કે ઇન્સેન્ટિવ માટેની અરજીથી લઈને ક્લેમની ચકાસણી અને ચુકવણી સુધીની કામગીરી એક જ ડિજિટલ પ્લેટફૉર્મ પર થશે. Directorate of ICT & e-Governance દ્વારા વિકસાવાયેલા Integrated Incentive Management Portal મારફતે ઇન્સેન્ટિવની અરજી, ક્લેમ પ્રોસેસિંગ, ચુકવણી ઉપરાંત Skill Development Courses માટે પણ અરજી કરી શકાશે. GCC પૉલિસી સંબંધિત માહિતી પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પાત્રતા નક્કી કરવા માટે સ્પષ્ટ માપદંડ
GCC માટે ઇન્સેન્ટિવની ગણતરી ક્યારથી શરૂ થશે તે નક્કી કરવા Month of Eligibilityની જોગવાઈ કરવામાં આવી છે. Commercial Operation શરૂ થવાની તારીખ, In-principle Approval અથવા Eligible Employee Count હાંસલ થવાની તારીખ—આ ત્રણમાંથી જે તારીખ સૌથી પાછળની હશે, તેને પાત્રતાનો પ્રારંભિક મહિનો ગણવામાં આવશે. આ જ સમયથી ઇન્સેન્ટિવની ચુકવણીની ગણતરી શરૂ થશે.
GCCની ઓળખ માટે Parent અથવા Group Company સાથેનો સંબંધ દર્શાવતો Board Resolution, Service Level Agreement (SLA), Ownership Structure, Detailed Project Report (DPR), GST Certificate અને જરૂરી હોય ત્યાં CA દ્વારા પ્રમાણિત રોકાણની વિગતો રજૂ કરવાની રહેશે. Commercial Operation પૉલિસી Period દરમિયાન શરૂ થયેલું હોવું અનિવાર્ય છે.
નવા GCC માટે Certificate of Incorporation, GST Registration, ગુજરાતમાં મિલકતના ભાડા અથવા ખરીદીના દસ્તાવેજો, GCC સ્થાપવા માટેનો Board Resolution, SLA, Employee Allocation Details, DPR અને પ્રથમ Service Invoice સહિતના દસ્તાવેજોની જોગવાઈ છે. હાલના GCCમાં નવી પ્રવૃત્તિઓ અને રોજગારી ઉમેરવા માટે પણ વિસ્તરણની મંજૂરી સંબંધિત Board Resolution, વધારાની પ્રવૃત્તિઓ માટે SLA, DPR અને જરૂરી રોકાણ તથા કર્મચારીઓની વિગતો રજૂ કરવાની રહેશે.
CAPEX-OPEX સહિત વિવિધ ખર્ચને આવરી લેતી સહાય
GCC પૉલિસી હેઠળ Eligible CAPEX Expenditureમાં Buildingનું બાંધકામ અથવા ખરીદી, Computers, Software, Networking Hardware અને અન્ય સંબંધિત Fixed Assetsના ખર્ચનો સમાવેશ થાય છે. જમીનનો ખર્ચ તેમાં સામેલ નથી. જોકે, જમીન કે ઑફિસ સ્પેસના Lease, Sale અથવા Transfer માટે ચૂકવેલી Stamp Duty અને Registration Fees તથા Captive Renewable Energy Plant માટેનાં સાધનોની ખરીદી પર થયેલો ખર્ચ પાત્ર બની શકે છે.
Furniture, Fixtures, Renovation, Civil Work, Interior Designing, Electrical Fixtures, HVAC Equipment તથા GCC માટે જરૂરી અન્ય Plant અને Machineryનો ખર્ચ પણ આધારભૂત દસ્તાવેજોને આધારે ગણતરીમાં લઈ શકાય છે. નવા GCC માટે Commercial Operation શરૂ થયાની તારીખથી અને હાલના GCCના વિસ્તરણ માટે Expansion Applicationની તારીખથી બે વર્ષ સુધીનું સંબંધિત GFCI રોકાણ પાત્ર ખર્ચમાં આવરી શકાય છે.
ક્લેમ માટે સમયમર્યાદા અને દસ્તાવેજી ચકાસણી
CAPEX Claim Eligible Period પૂર્ણ થયા બાદ એક વર્ષની અંદર Financial Year મુજબ રજૂ કરવાનો રહેશે. OPEXનો પ્રથમ ક્લેમ Month of Eligibilityથી શરૂ થતા અનુગામી બે Quartersમાં અને ત્યારબાદના ક્લેમ દરેક આગામી Quarter પૂર્ણ થાય તે પહેલાં રજૂ કરવાના રહેશે. Special Incentive અને Quality Certificationના વાર્ષિક ક્લેમ આગામી Financial Year પૂર્ણ થાય તે પહેલાં સબમિટ કરવાના રહેશે. વિલંબના દિવસોને આધારે ઇન્સેન્ટિવની ગણતરી Pro-rata ધોરણે કરવામાં આવશે.
ક્લેમની પ્રક્રિયા માટે Certificate of Incorporation, GST Registration, Board Resolution, SLA, Certified DPR, કર્મચારીઓની વિગતો, First Service Invoice, Investment Invoices, CA Certified Claim Summary તથા GFCI અને વાર્ષિક ઓપરેટિંગ ખર્ચનું CA Certificate સહિતની દસ્તાવેજી ચેકલિસ્ટ નિર્ધારિત કરાઈ છે. GCC દ્વારા Parent અથવા Group Companyને જ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોવાની બાબત પણ ચકાસવામાં આવશે.
અરજીઓની ચકાસણી દરમિયાન સત્તાધિકારી જરૂરિયાત મુજબ વધારાના દસ્તાવેજો કે સ્પષ્ટતા માગી શકશે, જે નિર્ધારિત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે. આમ, નવી Operational Guidelines દ્વારા GCC પૉલિસી 2025-30ના અમલને સ્પષ્ટ પ્રક્રિયા, ડિજિટલ સુવિધા અને દસ્તાવેજ આધારિત ચકાસણીનું માળખું મળ્યું છે, જે રાજ્યમાં નવા GCCની સ્થાપના અને હાલના સેન્ટરના વિસ્તરણ માટે વ્યવસ્થિત માર્ગ પૂરો પાડશે.