જામ્યુકોની પ્રિમોન્સુન કામગીરી દમ અને દિશા વગર ચાંચુડી ઘડાઉ છુ ના મોડમાં-માત્ર કેનાલ સફાઇને જ ગણેછે કામગીરી કલેક્ટરની સુચના મુજબના પગલા ને નહી….!!!

બધા ભયજનક બોર્ડ- ઇમારત- ટાવર સેઇફ સ્ટેજે લીધાનથી- દરેક ૧૬ વોર્ડના નોડલ નિમ્યા નથી-તાલીમ નથી-પાણી વહેણ ના બધા અટકાવ દૂર થયા નથી……!!!!?

ભરત ભોગાયતા

જામનગર મ્યુની.કોર્પોરેશન નો ૧૨૫ ચો.કી.મી. વિસ્તાર ૭ લાખની વસ્તી ૧૬ વોર્ડ ૪૫ કીમી ની રણજીતસાગર ડેમથી નદી દરીયા સુધીની કેનાલો ૭૦૦ કિમી ના નાના મોટા રોડ તેમજ સાડાપાંચસો વિસ્તારો મા ૭૦૦ થી ૮૦૦ કરોડના બજેટ છતા સો ટકા પ્રાથમીક સુવિધા તો બે દાયકાથી વધુ ની ભાજપ શાસીત કોર્પોરેશન આપી શકી નથી છતાય રૂપકડા સુત્રો આપ્યા રાખે છે તેવામા ચોમાસા પુર્વે કરવાની થતી કામગીરીમા પણ દમ અને દિશા વગરની દેખાય છે અને માત્ર કેનાલ સફાઇ એ પણ અધકચરી થાય છે તેને કોર્પોરેશન પ્રિમોન્સુન કામ ગણે છે જ્યારે કલેક્ટરે જે સુચના આપી છે કે જામનગર મનપા કુદરતી વહેણ અવરોધ દૂર કરે ભયજનક બધુ જ સેફ સ્ટેજે લાવે નોડલ ઓફીસર વોર્ડવાર નિમે તે પ્રમાણીત કરે ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરે વગેરે સુચનાઓ સો ટકા પાલન કરવામા આવી રહ્યુ નથી તેવુ હાલ દેખાય છેબીજી તરફ જ્યારે વરસાદ આવશે ને ૩ થી ૫ ઇચ વરસાદ પડશે ત્યાતો શહેરમા ઠેર ઠેર પાણી ભરાશે સાથે ગંદકી ભળશે લોકોના ઘરમા ય પાણી ઘુસશે વગેરે યાતના થશે બીજી અનેક તકલીફો થશે  છતાય દરવરસની જેમ કોર્પોરેશન ઠોસ સંકલીત સર્વાંગી ને અસરકારક કામગીરી માટે એક્ટીવ થઇ દરેક સઘનપગલા નથી લેતુ એ સવાલ છે જામ્યુકોનુ સુત્ર છે કે “આચાર: પરમો ધર્મ….”એટલે આચાર જે આચરણમા મુકવાનુ છે નિયમો મુજબ કે કોડ ઓફ કન્ટક્ટ કે નિયમાનુસાર નુ આચરણ જ પરમ એટલે મુખ્ય કે શ્રેષ્ઠ ધર્મ છે …..હવે આ સુત્રને અને તમામ બ્રાંચો ને દરેક કામગીરી અને સાતલાખની વસતીની સેવા ઉમદા રીતે આપવાની સહિતની બાબતો એ  કઇ લાગે વળગે છે??? તે તો મનપાના બંને તરફના મહાનુભાવો અને વોર્ડોમાંથી ચુંટાયેલા ૬૪  પ્રજાપ્રતિનીધીઓ અને કમી.ડે.કમી.કંટ્રોલીંગ અધીકારો નાયબ ઇજનેરો વગેરે  જાણે…!! જામનગર જિલ્લા કલેક્ટરે પ્રિમોનસુન  મીટીંગમા સૌ પ્રથમ જે બાબત પર ભાર મુક્યો તે જોઇએ તો કલેક્ટરે સુચના આપી છે કે……… મનપા નપા હસ્તકની આવશ્યક સેવાઓ સંભાળતા અધિકારીશ્રીઓએ જીલ્લાના વહીવટી તંત્ર સાથે આફતના સમયે સતત સંપર્કમાં રહેવાનુ રહેશે. પ્રિમોન્સુનની કામગીરી જેવી કે, ગટર, નાલા, નહેરોની સાફસફાઈ સત્વરે હાથ ધરી કુદરતી વહેણ ખુલ્લા કરાવવા, તેમના હસ્તકના આશ્રય સ્થાનોની યાદી બનાવવી સ્થાનીક માન્ય કોન્ટ્રાકટરો, મજૂરો, રોજમદારોની વિગતો હાથવગી રાખવી, બ્રિગેડના કંટ્રોલરૂમમાં આવતી ફરીયાદો અત્રેના જીલ્લા કંટ્રોલરૂમને પણ આપવા જરૂરી સુચના આપવામાં આવી. તમામ મોબાઈલ ટાવરો જોખમી નથી તે સુનિશ્ચિત  કરવું જર્જરીત હોર્ડીંગ્સ હટાવવા જરૂરી કાર્યવાહી કરવી તથા ભયગ્રસ્ત બીલ્ડીંગ ની વિગતો ચકાસવા જણાવાયુ સી.આર.પી.સી. ૧૩૩ નગરપાલિકા અધિનિયમમાં જોગવાઈ છે. તેમજ સફાઈ સત્વરે થાય તેનું મોનીટરીંગ કરવું અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અદ્યતન કરી ત્રણ (૩) નકલમાં અત્રેના કંટ્રોલ રૂમને તા. ૨૫/૦૫/૨૦૨૧ સુધીમાં મળી રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવી.( જે સંપુર્ણ થયુ નથી દરેક વિભાગનુ) તેમજ વધુમા ખાસ સુચનામા કલેક્ટરે ઉમેર્યુ કે વિશેષમાં મહાનગરપાલિકા કક્ષાએ ૧૬ વોર્ડના વોર્ડ વાઈઝ નોડલ અધિશ્વરીની નિમણુંક કરી તેઓને યોગ્ય તાલીમ આપવી અને નોડલ અધિકારી તરીકે સોંપવામાં આવેલ ફરજ અંગેની હુક્મની નક્લ અત્રેને મોકલવી. વધુમાં મહાનગરપાલિકા કક્ષાએથી વરસાદના આંકડા સમયસર અને જવાબદાર કર્મચારી દ્વારા આપવામાં આવે તેની ખરાઈ કરવી. ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, લાલબંગલા કમ્પાઉન્ડમાં તથા જિલ્લામાં દરેક સરકારી બિલ્ડીંગમાં લગત શાખાઓ/વિભાગ દ્વારા નિયમીત સફાઈ તથા દવાનો છંટકાવ કરાવવા જરૂરી સુચનાઓ આપી તેમજ GSDMA દ્વારા ફાળવવામાં આવેલ સંશાધનો ચાલુ હાલતમાં છે તે અંગેનું પ્રમાણપત્ર મોકલી આપવા જણાવાયુ છે ઉપરાંત એમ પણ  જણાવાયુ કે હાલમાં શહેરની મધ્યમા આવેલ અને શહેરની શાન સમાન  લાખોટા તળાવ ભરેલ હોય, વરસાદ થવાને કારણે તળાવ ઓવરફલો થતા તળાવનું પાણી સરકારી વસાહત તથા પત્રકાર કોલોનીમાં ભરાઈ જાય છે અને સમસ્યાઓ ઉભી થાય છે. આ સમસ્યા ઉભી ન થાય તે માટે કોર્પોરેશન અને આર.એન્ડ બી. ની ટીમ દ્વારા તમામ ગટરની સફાયની કામગીરી તેમજ કૈનાલ સફાઈની કામગીરી કરી લેવી. અને વરસાદી પાણીના નિકાલ બાબતે ત્વરીત પગલાઓ લેવા જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યુ.  બીજી તરફ વાસ્તવિકતા જોઇએ તો ફાયરમેનો ઉપર આધારીત આખુ કોર્પોરેશન તંત્ર છે અને  કોઇ જવાબદારો ચાલુ વરસાદે તેમના સિવાય કયાય ફરકતા પણ નથી કેમકે ફાયર અને ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર છે પરંતુ અધીકારીઓ એ રાઉન્ડ લેવા જોઇએ જોકે જો મુડ ચડશે તો લીસ્ટ બનાવાશે લાયઝન નોડલ કંટ્રોલ કરનાર નિરીક્ષકના પણ તે બધુ હશે કાગળ પર કેમકે કેટલાય ના ફોન નહી લાગે તેમાય સૌથી પહેલા સોલીડવેસ્ટ ગાર્ડન એસ્ટેટ ગાયબ થશે જામનગરના ચીફ ફાયર ઓફીસર ને રાજ્યના ફાયર સેફટીના ડાયરેક્ટર બનાવાયા હોય આ વખતે ફાયર અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમા સો ટકા માર્ગદર્શન નહી મળે તે માટે પણ વૈકલ્પીક જવાબદારી હજુ સોંપાયાનુ કોર્પોરેશને સમાચાર ગૃપ જેમા રોજ દંડ ના આકડા આપે છ તેમા જણાવ્યુ નથી તેમજ  લોકો ક્યા સંપર્ક કરે શિં તકેદારી રાખે વગેરે સુચના જાહેર કરી નથી માટે હવે ચોમાસુ ઝળુંબે છે ત્યારે આવી શિથીલતા અને તે પણ દર વખતે હાલાકી અનહદ થાય છે તે સૌ જાણે છે તેમ છતા કેમ ચલાવી લેવાય છે?? હા જીલ્લા કલેક્ટર કચેરિ એનડીઆરએફ ની ટીમ બોલાવશે તે પણ જરૂર પડ્યે લોકોની મદદ ખડેપગે ફાયરમેનો ની જેમજ આપશે કેમકે જામ્યુકો  પાસે પુરતા દોરડા-ડીવોટરીંગ પમ્પ-ટ્યુબ-જેસીબી-જનરેટર-ટ્રેક્ટર-ટ્રક-વોર્નિંગ વાન અને સાયરન વગેરે ઘણા સાધનો શહેરના વિસ્તાર અને વસતી મુજબ પુરતા નથી સિવિલ વિભાગના ચારેય નાયબ ઇજનેરો એ  રોડના લેવલ ખાડા મેનોલ ચેક નથ કર્યા પાણી થોડુ વરસાદનુ આવે તો લોકો કે વાહન ચાલકો ભુ…મ કરતા પડે તેમજ રોડ સાઇડ ખાડા સ્પીડબ્રેકર કેમ દેખાશે?? જ્યા રોડ નથી ત્યા મેટલ મોરમ કેટલી નખાવી??? વગેરે સમગ્ર તમામ સોળ વોર્ડ મા ચેક કરી રહ્યા નથી આ બધુ કોણ કરશે?? એકંદર હાલ ફાયરશાખામા કંટ્રોલરૂમ ને કેનાલ સફાઇ( જે નુકામ યોગ્ય થતુ નથી તે ગંદકી યોગ્ય નિકાલ ન થતા વરસાદ મા બધે નર્ક સર્જશે તેવી અને દસ થી વીસ ફુટ ઉડી કેનાલ આકી ચોખી નથી) તે સિવાય બધા વિભાગો અધીકારીઓ સતાધારી પદાધીકારીઓ પોતાના બીજા કામોમા વ્યસ્ત છે જે ભુગર્ભ -એસ્ટેટ-સિવિલ-ગાર્ડન-સોલીડ વેસ્ટ-કમીશનર કાર્યાલય-ડીએમસી કાર્યાલય વગેરે સહિતના સ્ટાફને નિયમાનુસાર કાર્યવાહી અને કલેક્ટરની સુચના ના સો ટકા પાલન થાય તેવી સાતલાખની  પ્રજાના હિતમા સુચનાઓ આપી સમયસર તૈયારી કરી શકતા નથી તો લાઇટ શાખાનુ વિજળિકરણ નુ કામપણ જે ખુબ અગત્યનુ છે તે પણ ઠોસ સ્ટેજે નથી અને કોમ્યુનિકેશન ની કોઇ તૈયારી નથી માટે જોઇએ હવે શુ થાય છે તાત્કાલીક કાર્યવાહીઓ થાય છે કે મોટાભાગની  પ્રજાને દર વખતની જેમ  વરસાદ થી થતી આફત ના સહારે છોડી દેવાય છે કે શુ??

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM