અરવલ્લી: વિજયનગર પોલીસે રાણી બોડૅરે આઇસર ટ્રકમાથી 7.96 લાખના દારૂ સાથે એકને પકડ્યો

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા નિરજકુમાર બડગુજૅર સાહેબે બિજા રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાયૅવાહી કરવા સુચના કરેલ છે જે આધારે  ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણ તથા ખેડબ્રહ્મા સી.પી.આઇ ના માગૅદશૅન હેઠળ વિજયનગર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.જે.ચાવડા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમા હતા દરમ્યાન બાતમી મળેલ કે હરિયાણાથી એક લાલ કલરની આઇસર ગાડી નં DL-1 LR- 9531 ની પાછળના ભાગે ગુપ્ત ખાનુ બનાવી તેની અંદર વિદેશી દારૂ ભરી ખેરવાડા થઇ ઇડર તરફ આવેછે જે બાતમી આધારે પોલીસે રાણી રાજસ્થાન બોડૅર પર નાકાબંધી કરેલ ઉપરોક્ત બાતમીવાળી ગાડી આવતા તે ગાડીને રોકી આઇસર ગાડીની તલાસી લેતા ગાડીમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલો નંગ- 1248 જેની કિ.રૂ.  7,96,800 તથા મોબાઇલ કિ.રૂ. 5 હજાર તથા ગાડી ની કિ.રૂ. 5 લાખ મળી કુલ કિ.રૂ. 13,01,800 નો મુદ્દામાલ સાથે આરોપી સહદેવ S/0 રામનિવાસ કપતાનસિઘ જાટ રહે. આસૌદા પોસ્ટ ટોડરાણ, તા બહાદુરગઢ, જી- ઝજ્જર હરિયાણાને દારૂ ના મુદ્દામાલ સાથે પકડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશિન એક્ટ કલમ મુજબ કેસ નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટ -મહેન્દ્રપ્રસાદ -અરવલ્લી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *