જામનગરમા સરકારની સુચના મુજબ ગ્રાન્ટેડ શાળામા શિક્ષકભરતી પ્રક્રિયા તેજ

ખાનગી શાળા ફી મામલાને પણ અપાય અગ્રતા-સંચાલકો મુંજાણા

જામનગરમાં ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી માટેની ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની પ્રક્રિયા તા.10/06/2021 ના રોજ કરવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લામાં ડોકગુમેન્ટ વેરિફિકેશન માટે 175 ઉમેદવારો ફાળવેલ હતા. જેમાંથી તા.10/06/2021 ના રોજ સવારે 9.00 થી સાંજે 6.00 કલાક સુધીમાં 132 ઉમેદવારો હાજર રહ્યા હતા.ગે.હા.રહેલા ઉમેદવારો ને ફોન કરી બીજા દિવસે ડોક્યમેન્ટ વેરિકિકેશન માટે આવવા જણાવેલ હતું. સમગ્ર કામગીરી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.ડોડીયા ના માર્ગદર્શન હેઠળ ઇ.આઈ.અને નોડલ ઓફિસર ડૉ. બી.એન.દવે અને શ્રી મધુબેન કે.ભટ્ટ, આચાર્યશ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ તથા મદદનીશ નિરીક્ષકો ની ટિમ દ્વારા કરવામાં આવી હતી.

બીજી તરફ ખુબ અગત્યની બાબત છે ખાનગી શાળાઓ ફીમા વાલીઓ ને શોષણ કરી લે છે જે બાબતે જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા તૌસીફખાન ની આગેવાની મા રજુઆત થય હોય જિલ્લા શિક્ષણ અધીકારીએ ગંભીરતા લઇ દરેકશાળા જે ખાનગી પ્રાથમીક માધ્યમીક ઉચ્ચતર માધ્યમીક છે તે ને નિયત ફી જ લેવા લેખીત આદેશ આપ્યા હોય શાળા સંચાલકો મુંઝાયા છે પરંતુ જામનગર શિક્ષણ વિભાગ સજ્જ છે કે એફઆરસી મુજબ જ ફી લેવાય તે દિશામા કાર્યવાહી શરૂ કરી છે હવે ચેકીંગ કરાશે તેમ જાણવા મળ્યુ છે

( ભરત ભોગાયતા દ્વારા)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *