શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજના શ્રી તારાચંદભાઈ છેડાની માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકાના મસ્કા મુકામે સંચાલી શ્રી એન્કરવાલા જનરલ હોસ્પિટલ મધ્યે કોરોના વાયરસની મહામારીની પહેલી લહેર અને બીજી લહેર દરમિયાન આ મહામારીમાં સપડાયેલા કોરોનાગ્રસ્ત અનેક દર્દીઓને રાત દિવસ જોયા વગર ઘરના સભ્યની જેમ સારવાર કરીને કોરોના મુકત કરયા છે એવા એંકરવાલા જનરલ હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડૉ. મૃગેશભાઈ બારડ સાહેબનું ‘નેશનલ ચાઈલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલર˜ના ગુજરાત રાજયના પ્નમુખ શ્રીમતી ડૉ. કલ્પના સતીજા અને ઉપપ્નમુખ અને આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના પ્નમુખ શ્રી પરેશભાઈ ઠકકર ધ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.સંસ્થાના અધ્યક્ષ શ્રી તારાચંદભાઈ છેડાએ પણ ડૉ. મૃગેશભાઈ બારડ સાહેબ અને સ્ટાફના સભ્યોને સુંદર કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા.
રિપોર્ટ – અજય ખત્રી -કચ્છ-કમલમ


