દાહોદમાં યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાંક યુવાનો કોરોનાની વેક્સિન તો લીધી જ છે. સાથે કોરોના અંગે જનજાગૃતિના વિવિધ કાર્યો પણ સ્વેચ્છાએ કરી રહ્યાં છે. આવા જ એક સ્વયંસેવક સુ શ્રી વિજયા પાટીલ છે. તેઓ એનએસએસ સાથે જોડાયેલા છે અને અત્યારે કોવીડ રસીકરણ કેમ્પ ખાતે વેક્સિનેશનની કામગીરીમાં જોડાયેલા છે. તેમની ઉંમર ૨૦ વર્ષ છે અને તેમણે કોરોનાની વેક્સિન લીધી છે અને સૌ યુવાનો પણ સત્વરે કોરોનાની વેક્સિન લઇ લે એ માટે અપીલ કરે છે. તેઓ જણાવે છે કે, મારૂં નામ વિજયા પાટીલ છે. હું કોરોના વેક્સિનેશન કેમ્પમાં સ્વયંસેવક તરીકે સેવા આપી રહી છું. મેં પોતે પણ કોવીડ વેક્સિન લીધી છે. મને તેની કોઇ જ આડઅસર થઇ નથી. આ અંગેની બધી જ અફવાઓ ખોટી છે. આવી અફવાઓમાં વિશ્વાસ ન કરવો. અહીં વેક્સિનેશન કેમ્પમાં સેકડો લોકોએ વેક્સિન લીધી છે. તેમને પણ કોઇ આડઅસર જોવા મળી નથી. જિલ્લામાં હાલમાં ૧૮ થી વધુ ઉંમરના યુવાનોને વેક્સિન આપવાનું ચાલુ છે ત્યારે સૌ યુવાનો સત્વરે વેક્સિન લઇ લે.
રીપોર્ટ -કેતન ભટ્ટ – દાહોદ


