સુરત મહાનગરપાલિકા દ્વારા ઘરવિહોણા લોકોને આશ્રય પુરો પાડવા શેલ્ટર બનાવવાના કામનું લોકાર્પણ કરવામાં આવેલ

સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય રાષ્ટ્રવાદના મશાલધારક ર્ડા.શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂા.૩૮.૧૬ કરોડના ખર્ચે સાકારિત થયેલ તથા રૂા.ર૧૧.૬૦ કરોડના ખર્ચે સાકારિત થનાર વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્ત વિધિના કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત આજરોજ ઉધના ઝોન વિસ્તારમાં માન. મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાના પ્રમુખપદે, માન. ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, માન. ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તથા માન.વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓના વરદ્હસ્તે કનકપુર–કનસાડ વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૩૪ (પાલી–સચીન–કનસાડ) .પી.નં.૧૪૩, એફ.પી.નં.ર૦૮/૧ કેનાલવાળી જગ્યામાં અંદાજિત રૂા.૮ર.૦૮ લાખના ખર્ચે સાકારિત થનાર ગાર્ડનનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. તેમજ ટી.પી.સ્કીમ નં.ર૧ (ભેસ્તાન), ફા.પ્લ્ાોટ નં.ર પૈકી , ભેસ્તાન ડી.જી.વી.સી.એલ. ઓફિસની બાજુમાં, યુનિટી એસ્ટેટની સામે, સુરત–નવસારી મેઈન રોડ, ભેસ્તાન ખાતે રૂા. પ૯ર.૦૦ લાખના ખર્ચે સાકારિત થયેલ શહેરી ઘરવિહોણા લોકોને આશ્રય પુરો પાડવા શેલ્ટર બનાવવાના કામનું લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રકલ્પો થકી સુરત મહાનગરપાલિકા વિધલક્ષી વિકાસ તરફ આગળ ધપી રહી છે. જેથી જાહેર જનતા તેનો મહત્તમ લાભ લઈ શકે તે રીતનું આયોજન હાથ ધરેલ છે. આમ સુરત મહાનગરપાલિકા સતત શહેરીજનોને સર્વાંગી સુવિધા ઉપલબ્ધ કરાવવા તરફ હરણફાળ
ભરી રહી છે. આ કાર્યક્રમમાં માન. શાસકપક્ષ નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, માન. શાસકપક્ષ દંડક શ્રી વિનોદભાઈ પટેલ, માન. સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપ દેસાઈ, માન. વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ, માન. મ્યુ. સદસ્યશ્રીઓ, મિડિયાના મિત્રો, મ્યુ. અધિકારીશ્રીઓ અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *