- ભરૂચ જિલ્લા જેલ ખાતે રૂ.૧૬ કરોડોના ખર્ચે નવનિર્મિત વિવિધ સુવિધાઓ અને કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નિર્માણ પામેલા પ્રકલ્પો જેલ તંત્રની કાર્યક્ષમતા વધારશે- રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ*
મંત્રીશ્રીએ દીપ પ્રાગટ્ય અને તકતી અનાવરણ કરી નવનિર્મિત ફિમેલ બેરેક, એડમિનિસ્ટ્રેશન ઓફીસ સહિતના સુવિધા સંકુલની મુલાકાત લીધી
રાજયકક્ષાના મંત્રી, જળ સંપત્તિ, પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલની ખાસ ઉપસ્થિતિ

-
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લા જેલ ખાતે હાથ ધરાયેલા વિવિધ આધુનિક બાંધકામ અને વિકાસ પ્રકલ્પોનું આજે (નાણા, પોલીસ હાઉસીંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરીક સંરક્ષણ, નશાબંધી અને આબકારી વિભાગના) રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે શાસ્ત્રોક્ત વિધિથી દીપ પ્રાગટ્ય કરી અને તકતીનું અનાવરણ કરીને તમામ નવનિર્મિત બાંધકામોને જેલ પ્રશાસન માટે ખુલ્લા મૂક્યા હતા.
આ નવનિર્માણમાં જેલ પરિવાર અને કેદીઓના સુધારણાત્મક કલ્યાણને ધ્યાને રાખીને આધુનિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. લોકાર્પણ બાદ મંત્રીશ્રીએ નવનિર્મિત ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, બાળકો માટે આંગણવાડી, મેટ્રન ઓફીસ, કેન્ટીન, લાયબ્રેરી અને ઇન્ડોર ગેમ્સ રૂમ, જનસેવા કેન્દ્ર, તથા એડમિનિસ્ટ્રેશન ઓફીસની પ્રત્યક્ષ મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. અને નવ નિર્મિત મકાનની મુલાકાત લઈ ઝીણવટ પૂર્વકની માહિતી મેળવી હતી. આ ઉપરાંત સુરક્ષા અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા ફલેગ પોસ્ટ, સંત્રી બોક્ષ, ગાર્ડ રૂમ, કિચન-ડાઇનીંગ સુવિધા ધરાવતી એસ.આર.પી. બેરેક તેમજ જેલની સમગ્ર આઠ એકર જમીન ફરતે નવનિર્માણ પામેલી મજબૂત કમ્પાઉન્ડ વોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. -

આ તકે, માધ્યમો સાથે વાતચિત કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને જેલ વિભાગ દ્વારા, માન. મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી આશરે રૂા.૧૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર જેલોના આધુનિકીકરણની સાથે સુધારાત્મક અભિગમ અપનાવીને યોગ્ય વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. રાજ્યમાં જેલોના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાનના ભાગરૂપે ભરૂચ જેલ ખાતે વિવિધ નવીન સુવિધાઓના લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમ માન. રાજયકક્ષાના મંત્રી, જળ સંપત્તિ, પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય સર્વેશ્રી રમેશભાઈ મિસ્ત્રી, અરૂણસિંહ રણાની પ્રેરક ઉપસ્થિતિ તેમજ IPS નાયબ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા ઝોન (જેલ) શ્રીમતી સરોજ કુમારી, વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક IPS સુ.શ્રી ઉષાબેન રાડા, ઈન્ચાર્જ અધિક્ષક શ્રી એન.સી. રાઠોડ ભરૂચ જિલ્લા જેલ સત્તામંડળના અધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.