મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે નિર્મિત ‘મહારાષ્ટ્ર ભવન’નું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે ગાંધીનગરમાં સેક્ટર-૨૧ ખાતે  મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નિર્મિત ‘મહારાષ્ટ્ર ભવન’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રીઓ રજનીભાઇ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.  નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે નવનિર્મિત ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત સૌ મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીશ્રીઓ અને નાગરિકોને નવા ભવનના નિર્માણ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરની શોભા વધારતું સુવિધાઓથી સજ્જ ભવન આગામી સમયમાં સમાજ માટે ઉપયોગી સંસાધન સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીશ્રીઓ દ્વારા ખેસ અને મોમેન્ટો આપી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. આજના આ ઉદ્ઘાટન સમારોહમાં ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, પૂર્વ મેયર શ્રીમતી રીટા પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ કનુભાઈ દેસાઈ, ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ ડે. મેયર નાઝાભાઈ ઘાંઘર,  પૂર્વ ધારાસભ્ય પુનમભાઈ મકવાણા, સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અગ્રણીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ તેમજ મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણી અને ભવનના મેનેજીંગ ટ્રસ્ટી સુધીર વિચારે, ટ્રસ્ટીશ્રીઓ અતુલ કર્મરકર, કિશોર પંચાક્ષરી, સંતોષ મુલે, ભવનના કારોબારી સભ્યો અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *