ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંત ની ૨૫ મી શાખા નો શુભારંભ માંડવી માં કરાયો…

રિપોર્ટ :- અજય ખત્રી

ભારત વિકાસ પરિષદ , સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ની ૨૫ મી  શાખા નો  શુભારંભ માંડવી માં થયો હતો. ઉદ્દઘાટા સંત શ્રી આત્મસુખાનંદજી સ્વામી  મુખ્ય અતિથિ માંડવી, લોહાણા મહાજનના પ્રમુખ ગોકુલ તન્ના, માંડવી ના સામાજિક અગ્રણી નારાણ ગણાત્રા, ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના ટ્રસ્ટી વિઠલ  કોરડીયા, પ્રો.તેજસ પુજારા, પ્રાંત ના પ્રમુખ  શ્રી મતિ વિરલબેન પારેખ, મહામંત્રી ડો જાગૃતિબેન ઠક્કર, ખજાનચી શ્રી મતિ ડોલીબેન લાઠીયા,ના  વરદ હસ્તે દીપ પ્રાગટય સાથે કરેલ. ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના ટ્રસ્ટી શ્રી વિઠ્ઠલ કોટડીયાએ માંડવી શાખાના પ્રમુખ  કૈલાસ ઓઝા, ઉપ પ્રમુખ ડો કે જી વૈષ્ણવ,  નરેન સોની,મંત્રી  એડવોકેટ દિપક સોની ખજાનચી  ચેતન જોષી, સંયોજક શ્રી રશ્મિભાઇ સોની, મહિલા સંયોજિકા જયમાલાબેન ગણાત્રા, ની વરણી ની જાહેરાત અને શપથ વિધિ કરાવી હતી. કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના અધિકારીશ્રી  ઉપ પ્રમુખ જખાભાઈ આહીર, સહ મંત્રી દિપેન પંડયા,  મીડિયા સહ સંયોજક રાજેન્દ્ર કુબાવત, સંગઠન મત્રી કિરીટ  નંદાણીયા.  મુન્દ્રા બી.વી.પી. શાખા ના  પ્રમુખ ભૂષણ ભટ્ટ,હાર્દિક ગણાત્રા , ગાંધીધામ શાખા ના પ્રમુખ સુરેશ ઠક્કર ,  રમેશ સથવારા, ભચાઉ શાખા ના પ્રમુખ હરેશ દરજી, ઉપસ્થિત રહેલ. ઉપસ્થિત મહાનુભાવોનું  શાબ્દિક અને કુમકુમ તિલક દીયા દીપક સોનીએ કરી  સ્વાગત  કરવામાં આવેલ .સંત શ્રી આત્મસુખાનંદજી સ્વામી એ આશીર્વચન પાઠવતા મા ભોમ ની  સેવા કરવા આહવાન કરેલ. ઉદબોધન કરતા સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના પ્રમુખ વિરલ બેન પારેખે શ્રેઠ કાર્યો થકી બીજાના હૃદયમાં જીવંત રહીએ ,અને સાથે મળીને સારા  કાર્યો કરતા રહીએ તેવી ભાવના વ્યક્ત કરી હતી .રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માંડવી શહેર નગર સંઘ ચાલક શાંતિલાલ ગણાત્રાએ સંગઠન શક્તિ ની ભાવના વ્યક્ત કરતું વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમ નું સંચાલન ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના મહામંત્રી  ડો જાગૃતિબેન ઠક્કરે આભારવિધિ વિભાગીય મંત્રી , કચ્છ ચિંતન ઠક્કરે કરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *