ગુજરાત સરકારના વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ઉમરગામ તાલુકાના માણેકપોર ખાતે વિદ્યાર્થીઓને શ્રી કમલમ ટ્રસ્ટના સહયોગથી વિના મુલ્યે નોટબુકનું વિતરણ કરાયું હતું. આ અવસરે વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઇ પટેલ, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઇ ભંડારી, મહામંત્રી પ્રકાશભાઇ પટેલ, પૂર્વ મહામંત્રી રામદાસભાઇ વરઠા, ઉમરગામ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઇ પટેલ, માણેકપુર સરપંચ સહિત જિલ્લા તાલુકા પંચાયત સભ્યો, શ્રી મહેશભાઈ આહિર, ગ્રામજનો, આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા





