ગુજરાત ભાજપાના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીયશ્રી સી.આર.પાટીલજીનું પ્રદેશ અધ્યક્ષ તરીકે સફળ એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજરોજ ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા તમામ વોર્ડમાં જળ સંચય અંગે જનજાગૃતિના સંદેશ અને પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો

શ્રી સહજાનંદ ગુરુકુળ , કોટેશ્વર ખાતે આયોજિત વૃક્ષારોપણ અને જળ સંચય જનજાગૃતિ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા , પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ , પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જયંતીભાઈ કવાડિયા , પ્રભારીશ્રી મોહનલાલ પટેલ , શહેર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ ઉપસ્થિત રહ્યા .

પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ , પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો.પ્રશાંત કોરાટ , પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જયંતીભાઈ કવાડિયા , પ્રભારીશ્રી મોહનલાલ પટેલ , પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ ‘ શ્રી કમલમ ‘ , સે .૨૧ થી મહાનગર ભાજપા યુવા મોરચા દ્વારા આયોજિત સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું .

વૃક્ષારોપણ , જળ સંચય અને કોરોના રસીકરણ અંગે જનજાગૃતિની થીમ સાથે યોજાઈ સાયકલ રેલી

ગુજરાત ભાજપાના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીયશ્રી સી.આર.પાટીલજીનું પ્રદેશ અધ્યક્ષ તરીકે સફળ એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજરોજ ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા તમામ વોર્ડમાં જળ સંચય અંગે જનજાગૃતિના સંદેશ અને પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે વૃક્ષરોપણના કાર્યક્રમ યોજાયા હતા . શ્રી સહજાનંદ ગુરુકુળ , કોટેશ્વર ખાતે આયોજિત વૃક્ષારોપણ અને જળ સંચય જનજાગૃતિ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા , પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ , પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જયંતીભાઈ કવાડિયા , પ્રભારીશ્રી મોહનલાલ પટેલ , શહેર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ , સહિત સંગઠનના પદાધિકારીઓ અગ્રણીશ્રીઓ જોડાયા હતા . પરમ પૂજ્યશ્રી પી.પી.સ્વામીજી પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા . ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા તમામ વોર્ડમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાજપા ઉમેદવારો , વોર્ડ ભાજપા સંગઠનના હોદ્દેદારો , કાર્યકર્તાઓ જોડાયા હતા . પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ , પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો.પ્રશાંત કોરાટ , પૂર્વ મંત્રીશ્રી જયંતીભાઈ કવાડિયા , પ્રભારીશ્રી મોહનલાલ પટેલ , પ્રમુખશ્રી ઋચિર ભટ્ટશ્રી કમલમ , સે .૨૧ ખાતે મહાનગર ભાજપા યુવા મોરચા દ્વારા કોરોના રસીકરણ , જળ સંચય અને વૃક્ષારોપણ અંગે જનજાગૃતિની થીમ સાથે આયોજિત સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું .સાયકલ રેલી ‘ શ્રી કમલમ ‘ સેક્ટર ૨૧ ખાતેથી પ્રસ્થાન બાદ સાયકલ રેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલ- સે .૨૧ મસ્જિદ- સે .૨૧ અપના બજાર થઈ પંચદેવ મંદિર- સે .૨૨ પોલીસ ચોકી સે .૨૩ કડી સર્વ વિદ્યાલય ( નાથીબા કોલેજ ) – સ્વામિનારાયણ મંદિર- સે .૨૪ શાક માર્કેટ – આર્યસમાજની વાડી થઈ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી . શ્રી કમલમ સે .૨૧ ખાતે આયોજિત વૃક્ષારોપણ અને સાયકલ રેલી પ્રસ્થાનના કાર્યક્રમમાં મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર પ્રદેશ યુવા મોરચાના મહામંત્રીશ્રી નરેશભાઈ દેસાઈ સહિત હોદ્દેદારશ્રીઓ , શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ , અગ્રણીશ્રીઓ , ભાજપા ઉમેદવારશ્રીઓ , મહાનગર યુવા મોરચાના પ્રમુખ યુવરાજસિંહ ચાવડા તેમજ યુવા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા . સાયકલ રેલીના પ્રસ્થાન પૂર્વે પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ , પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો.પ્રશાંત કોરાટ , પ્રભારીશ્રી મોહનલાલ પટેલ , પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું . સર્વે મહાનુભાવોએ ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠન અને યુવા મોરચાની પ્રસંશનીય કામગીરીને બિરદાવી હતી તેમજ પ્રદેશ નેતૃત્વ દ્વારા નક્કી કરાયેલા સંગઠનના વિવિધ કાર્યક્રમોને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તેમજ કોરોના મહામારી કાળમાં નાગરિકોની સેવામાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની પ્રેરણા હેઠળ સેવા હી સંગઠનના ભાવ સાથે સતત સક્રિય રહેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા . પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી , ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ , મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સંગઠનની તાકાતથી આગામી ચૂંટણીઓમાં ભાજપા જનતાના આશીર્વાદથી ઐતિહાસિક પ્રચંડ જનાદેશ પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો . શ્રી સી.આર.પાટીલનું પ્રદેશ પ્રમુખ તરીકે આજે એક વર્ષ પૂર્ણ થતાં સૌ કાર્યકર્તાઓએ બુલંદ અવાજ સાથે તેમના નેતૃત્વમાં વિકાસ અને રાષ્ટ્રવાદની ભાજપાની વિચારધારાને જનજન સુધી પહોંચાડવાની નેમ લેવાની સાથે વધતા પ્રદુષણ સામે લડવા વૃક્ષારોપણ થકી પર્યાવરણ સંરક્ષણ , જળ સંચય , કોરોના રસીકરણ અંગે જનજાગૃતિના સકારાત્મક સંદેશ સાથે કાર્યક્રમ કરવા બદલ મંચસ્થ મહાનુભાવોએ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *