મસ્કા ગામ ખાતે વૃક્ષારોપણ,વેકસીનેશન,મેડિકલ કેમ્પ ની સાથે દીકરીઓ ની આંખ ની તપાસ નું આયોજન કરાયું

સેવા સાથે સમર્પણ નો ભાવ હોય એ પ્રગતિ ની નિશાની છે

રિપોર્ટ:-અજય ખત્રી કચ્છ

માંડવી : મસ્કા ગામ ના સરપંચ કીર્તિભાઈ ગોર ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરાઈ.ભારતીય જનતા પાર્ટી ના રંગે રંગાયેલા સેવા એજ સંગઠનના સૂત્ર ને સાર્થક કરતા કીર્તિભાઈ ગોર ના જન્મ દિવસ નીમિતે અને સાથે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના પદભાર અને સફળ નેતૃત્વ નો એક વર્ષ પૂર્ણ થવા ના અવસરે આજે મસ્કા ગામ ખાતે વૃક્ષારોપણ,વેકસીનેશન,મેડિકલ કેમ્પ ની સાથે દીકરીઓ ની આંખ ની તપાસ નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી જિલ્લા મહામંત્રી અનિરુદ્ધ ભાઈ દવે એ જણાવ્યું હતું કે કિર્તી ભાઈ ના જીવન માં થી ગણું શીખવા મળે એમ છે વિશેષ મા તેમણે જણાવ્યું હતું કે સેવા સાથે સમર્પણ નો ભાવ હોય એ પ્રગતિ ની નિશાની છે


એક સરપંચ તરીકે ગામ ના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ની દરેક યોજનાઓ નો ઉંડો અભ્યાસ કરી તેનો કંઈ રીતે ગામના લોકો ને લાભ મળે તે કોઠાસૂઝ તેમની આગવી ઓળખ રહી છે, કોઈ પણ સેવાકીય કાર્ય મા આ યુવા સરપંચ 24×7 day હમેશાં તત્પર રહે છે…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *