અબડાસા તાલુકાના કોઠારા ગામે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અંતર્ગત ૮૦ કરોડ લોકોને દિવાળી સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની જનહિતૈષી પહેલ અવિરત ચાલુ

અબડાસા તાલુકાના કોઠારા ગામે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નિપૂર્ણ નેતૃત્વમાં ‘ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અંતર્ગત ૮૦ કરોડ લોકોને દિવાળી સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની જનહિતૈષી પહેલ અવિરત ચાલુ છે ત્યારે આજે કોઠારા ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ માં કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતિ પારૂલબેન કારાએ કચ્છના બોર્ડર વિસ્તારના છેવાડાના ગરીબ સુધી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું અનાજ પહોંચશે,ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ જિલ્લાના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ઈન્ચાર્જ શ્રી રમેશભાઈ મહેશ્વરી એ કહ્યુ કે અબડાસા જેવા પછાત તાલુકામાં કોઈ ગરીબ નહિ રહે અનાજ વિના કેન્દ્ર સરકાર-રાજય સરકારની વિવિધ યોજનાની માહિતી આપી અને પાર્ટી એ આપેલી ગરીબોની સેવાનું કાર્ય નિષ્ઠાથી નિભાવશું,અબડાસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રધુમનસિહ જાડેજા એ આહવાન કર્યુ કે ગરીબો ને રાશન મળશે અને ખેડૂતોને માં નર્મદા નીર મળશે નર્મદા ના પાણી માટે રાજ્ય સરકારે કરી જાહેરાત આ કાર્યક્રમમાં અબડાસા તાલુકા ભાજપના અધ્યક્ષ શ્રી મહેશભાઈ ભાનુશાલી,મહામંત્રી જયદિપસિંહ જાડેજા તથા અરવિંદભાઈ શાહ એ આ કાર્યક્રમ સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી સાથે યુવા મોરચાના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા પંચાયત સદસ્ય અને અબડાસ તાલુકાના ઈન્ચાર્જ પુરુષોત્તમભાઈ મારવાડા,સહઇન્ચાર્જ જટુભા જાડેજા,વિપક્ષીનેતા મહાવીરસિંહ જાડેજા,મુળરાજભાઈ ગઢવી,કાનજીભાઈ ગઢવી,અનુભા જાડેજા,તાલુકા પંચાયતના સભ્યો જયદિપસિંહ જાડેજા,રમીલાબેન ગુજરા,ઈબાહિમ વાઘેર,શંકરભાઈ વાધેલા,ચેતન રાવલ,વિક્રમસિંહ જાડેજા,દુકાનદાર તુલસીદાસભાઈ,હરીસિંહ ચૌહાણ,સુરેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા-તાલુકા ભાજપના હોદ્દેદારો,તમામ મોરચાના હોદ્દેદારો,સંરપચો તેમજ સામજિક આગેવાનો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી યોજના થી માહિતગાર થઈ યોજનાનો લાભ લીધો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *