ચણોદ-વાપી ખાતે રાજસ્થાન પ્રગતિ મંડળ દ્વારા પૂર્વ નગરપાલિકા ના સભ્ય અને સેવાભાવી અગ્રણી મહિલા સ્વ. શ્રીમતી મંજુબેન દાયામા ની યાદ માં દર વર્ષ ની જેમ રકતદાન કેમ્પ યોજાયો

રાજ્ય વનમંત્રી શ્રી રમણલાલ પાટકરે રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા

લસાડ જિલ્લાના વાપી માં રાજસ્થાન ભવન ચણોદ ખાતે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત રક્તદાન શિબિરમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રમણલાલ પાટકરે ઉપસ્થિત રહી રક્તદાતાઓને માનવીય કાર્યમાં યોગદાન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે મંત્રીશ્રીએ ટ્રસ્ટની સેવાકીય ભાવનાને બિરદાવી માનવતારૂપી સેવાયજ્ઞના આયોજનની સરાહના કરી હતી. વાપીની પૂર્વ કાઉન્સિલર સ્વ.મંજુ દાયમાની ૧૪ મી પુણ્યતિથી અવસરે તેમના પરિવાર સહિત રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજી સાચી શ્રદ્ધાંજલિ આપી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે, રક્તદાન સિવાય લોહીનો કોઈ વિકલ્પ નથી અને લોહીની આકસ્મિક જરૂર કોઈપણ વ્યક્તિને પડી શકે છે, જે ધ્યાને રાખી સૌને રક્તદાન કરી કોઇની જિંદગી બચાવવાના માનવતાવાદી કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન શ્રી બી કે દાયમાજી, રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉધ્યોગ જગતના શ્રી શીરીષભાઈ દેસાઈ, મેયર શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, રાજસ્થાન પ્રદેશ ભાજપના ઉપાધ્યાય શ્રી મુકેશભાઈ દાધીચ , રાજસંવદ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રતન દેવી ચૌધરીજી , શ્રી કનૈયા અગ્રવાલ જી, ભાજપ વલસાડ જિલ્લા આર્થિક સેલ નાં સંયોજક શ્રી. મહેશ ભાઈ ભટ્ટ , શ્રી અંબાલાલ બાબરીયા , તથા રાજસ્થાન સમાજ ના આગેવાનો, રક્તદાતાશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *