અમદાવાદ જીલ્લાના આરોગ્ય વિભાગની ”બાલ કવચ પહેલ”

ત્રીજી લહેર પહેલા૪,૧૯,૨૮૨ બાળકોનો સર્વે હાથ ધરાયો

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે  ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત અમદાવાદ જિલ્લામાં બાળકોને કોવીડ રોગ અને મુત્યુથી બચાવવા માટે ”બાલ કવચ” પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં ફેઝ-૧ અને ફેઝ-૨ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાગલે અને અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ૧૧૫૬ આશા,આંગણવાડી તથા આરોગ્યની ટીમ દ્વારા ધરે ધરે ફરીને ૦ થી ૫ વર્ષના ૧૫૯૫૭૨ બાળકોનું તથા ૬ થી ૧૮ વર્ષના ૨૫૯૭૧૦ બાળકોનું પ્રાઈમરી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. બાલ કવચ અંતર્ગત કુલ ૪,૧૯,૨૮૨ બાળકોનો સર્વે કરવામાં આવ્યો. સર્વે દરમ્યાન જન્મ સમયે ઓછુંવજન,અતિ-કુપોષિત,કુપોષિત,કીડની,હદય,કેન્સર,થેલેસેમિયા, ટી.બી, એચ.આઈ.વી જેવી ગંભીર બીમારીઓ ધરાવતા ૦ થી ૫ વર્ષના ૧૦૬૮ અને ૬ થી ૧૮ વર્ષના ૬૯૨ એમ કુલ ૧૭૬૦ જોખમી બાળકો શોધી કાઢી આવા તમામ બાળકોની ધનિષ્ઠ આરોગ્ય તપાસ આર.બી.એસ.કે.ની ૨૭ ટીમ દ્વારા કરવામાં આવી અને જોખમી બિમારી ધરાવતા તમામ બાળકોને વધુ તપાસ માટે નિષ્ણાંત તબીબો પાસે રીફર કરવામાં આવ્યા છે અને કુપોષિત બાળકોને આંગણવાડી સેન્ટર ખાતેથી ટેક હોમ રેશન આપી બાળકોનું વજન વધે તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ દ્વારા તે બાળકોની મુલાકાત કરીનેતેમના માતા-પિતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે .  કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવશે તો આવા તમામ જોખમી  બાળકોને જો કદાચ જરૂર પડે રીવર્સ કોરનટાઇન અર્થે જરૂરી પગલા લેવામાં આવશે કે જેથી બાળકોમાં કોવિડના રોગનું પ્રમાણ અને મુત્યુ ધટાડી શકાય.  અમદાવાદ જીલ્લાના આરોગ્ય વિભાગની સર્વે વાલીઓને અપીલ છે કે સત્વરે પોતાનું કોવિડ રસીકરણ અચુકથી કરાવી લે અને કોવિડ ગાઈડલાઇન મુજબ વારંવાર હાથ ધોવા,સામાજિક અંતર જાળવવું, માસ્ક અવશ્ય પહેરવું જેવી જરૂરી સુચનાઓનનું પાલન જરૂરથી કરે.

૦ થી ૦૫ વર્ષના અને ૬ થી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોનો સર્વે કરવામાં આવ્યો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM