કચ્છ શક્તિ સમાજ સેવા રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત શ્રી હિતેશભાઈ ખંડોર

ચ્છ શક્તિ સમાજ સેવા રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત શ્રી હિતેશભાઈ ખંડોરના સન્માનનાં ભાગરૂપે તારીખ:-૦૧/૦૮/૨૦૨૧ નાં ગોરેવાલી ગામનાં ગોરેવાલી પંચાયતનાં રિસોર્ટ મધ્યે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં શ્રી હિતેશભાઈ ખંડોર નું સન્માન ગોરેવાલી સરપંચ શ્રી ગુલમામદભાઈ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યકમને સફળ બનાવવા ભીરંડીયારા તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી રમજાનભાઈ, માજી તાલુકા પંચાયત સદસ્ય શ્રી મુસાભાઈ રાયશી, અનુ.જાતિ કચ્છ જીલ્લા ભાજપનાં મંત્રી શ્રી વીરાભાઈ, માનવ અધિકાર રાષ્ટ્રીય મંચના પ્રમુખ શ્રી રામાઆલા, માજી તાલુકા પંચાયત સરાડા સદસ્ય શ્રી સમસુદીનભાઈ જત, ભીટારા ગામનાં સરપંચ શ્રી સુમારભાઈ જત, મીઠડી ગામનાં સરપંચ શ્રી નિઝામુદીન મુતવા, શ્રી સયાભાઈ જત, શ્રી સોઢાભાઈ, શ્રી અમીનભાઈ જત, શ્રી હાજી મુસા જત, શ્રી સુમારભાઈ ભૂરા, શ્રી હારૂન કાકા, શ્રી અબ્દુલ કરીમ મુતવા, શ્રી ઇમરાન મુતવા, માજી સરપંચો અને વડીલો હાજર રહ્યા હતાં.  યુવા સંગઠન વતી શ્રી અમીરઅલી મુતવા અને શ્રી પુરાભાઈ દ્વારા શ્રી હિતેશભાઈ ખંડોર નું મડવર્કની છબીથી સન્માન કરવામાં આવેલ તેમજ “તેરા તુજકો અર્પણ” ની સેવાઓ બન્નીમાં ચાલુ કરાવી જેવી કે, એમ્બ્યુલન્સ સેવા, બ્લડ સેવા, લેબોરેટરી સેવા, સી.ટી. સ્કેન સેવા, માં કાર્ડ-આયુષ્યમાન કાર્ડ સેવા, પક્ષીઓ માટે ચણની સેવા. સિવિલ હોસ્પિટલ અમદાવાદ માટે સેવાનો લાભ લેવા યુવા ટીમનું નિર્માણ કરવા “તેરા તુજકો અર્પણ” નાં પ્રણેતા શ્રી હિતેશભાઈ ખંડોર ને શ્રીમીરઅલી મુતવા, શ્રી સમસુદીન જત, શ્રી ફૈઝલ મુતવાએ દરેક યુવઓને આ સેવા સાથે જોડી અને લાભ આપવા ખાત્રી આપી હતી તેમજ બધા યુવાઓએ આ મુહીમને સફળ બનાવવા ખાત્રી આપી હતી. હિતેશભાઈ ખંડોર નાં સન્માન માટે બન્નીનાં હાજીપીર થી ભીરંડીયારા-વડ સુધીના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતાં.  શ્રી હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે, બન્ની વિસ્તારનાં ગામોમાં “તેરા તુજકો અર્પણ” યુવા સંગઠન બન્ની દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા બન્નીનાં લોકોને પશુધનને કોઈ મુશ્કેલી ના પડે ટે માટે “તેરા તુજકો અર્પણ” ટીમ દ્વારા પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે તેમને અભિનંદન છે. બન્ની વિસ્તારનાં લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી સેવા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છ શકિત સમાજ સેવા એવોર્ડ આપ સૌના સહકારથી મળેલ છે. જે કચ્છનાં લોકોને અર્પણ કરૂ છું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *