રાજય સરકારના ૦પ(પાંચ) વર્ષની સમાપ્તિ અવસરે આજ રોજ ”વિકાસ દિવસ” નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત ઝોન વિસ્તારમાં ભાઠેના, કતારગામ, કોસાડ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા સ્મીમેર ખાતે ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્હસ્તે ઈ–લોકાર્પણ તથા કોરોના વોરિયર્સને સન્માનિત કરવાનો કાર્યક્રમ ભાઠેના શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા માન. કમિશનર શ્રી બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે આજરોજ વિકાસની સાથે સાથે આરોગ્યની સેવાનો સમન્વય થયો છે. વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં રાત–દિવસ સતત લોકોની સેવા કરનાર કોરોના વોરિયર્સના સન્માન તથા કતારગામ, કોસાડ, સ્મીમેર ખાતે પણ .કબ પ્લાન્ટનું લોકાર્પણ થનાર છે. ભાઠેના અને કતારગામ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે કલરટેક્ષના સૌજન્યથી કોસાડ ખાતે રૂા.૧૮ લાખના ખર્ચે ટોરેન્ટ પાવરના સૌજન્યથી તથા સ્મીમેર ખાતે મચમફ દ્વારા ૦ર(બે) મેટ્રીક ટનની ક્ષમતા વાળા .કબ પ્લાન્ટનો શુભારંભ થશે જે આનંદનો અવસર છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો સમય સૌથી કપરો સમય હતો. આ સમય દરમ્યાન સુરત મહાનગરપાલિકાએ પરપ્રાંતિય લોકોની જમવાની વ્યવસ્થા તથા ૪પ૦ ટ્રેનો મારફત તેઓને વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી. કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓકિસજનનો વપરાશ ઘણો વધારે હતો. હજીરા ખાતે ઓકિસજનની વ્યવસ્થા શહેરની સાથે સાથે અન્ય શહેરો રાજયોમાં આયોજન પૂર્વક વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હવામાં રહેલ ઓકિસજનને પ્રોસેસ કરી .કબ પ્લાન્ટ ૯૩–૯૬% શુદ્ધ ઓકિસજન જનરેટ કરે છે. સામાન્ય રીતે હવામાં ઓકિસજનનું પ્રમાણ ર૧% હોય છે. ભાઠેના અને કતારગામ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે પ્લાન્ટ દિઠ એક દિવસમાં ૩૪ ઓકિસજન સીલીન્ડર જેટલો ઓકિસજન જનરેટ થશે. કોસાડ આરોગ્ય કેન્દ્ર ખાતે પ્લાન્ટ દિઠ એક દિવસમાં ૧૦ર ઓકિસજન સીલીન્ડર જેટલો ઓકિસજન જનરેટ થશે. સુરત મહાનગરપાલિકા દેશ અને દુનિયામાં એક એવી સ્વાયત સંસ્થા છે જે લોકોને સેવા માટે સમર્પિત તથા કટીબદ્ધ છે. આ અવસરે કોરોનાના કપરા કાળમાં સતત ખડે પગે ફરજ બજાવનાર ડે.કમિશનર ડો. આશિષ નાયક અને તેમની ટીમને શુભેચ્છા તથા અભિનંદન પાઠવ્યા હતા. માન. ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણાએ જણાવ્યુ હતું કે કોરોના સામે બચવાનો એકમાત્ર ઉપાય વેકિસન હોવાથી સરકાર દ્વારા વેકસિન આપણા દેશમાં જ બને ત માટેના સઘન પ્રયાસો હાથ ધરી બે અલગ અલગ વેકિસન તૈયાર કરી કરોડો દેશ વાસીઓને આપી છે. સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારી, અધિકારી, કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે અથાગ મહેનત કરી શહેરીજનોના જીવન બચાવ્યા છે. તે પ્રસંશનીય છે. માન.ધારાસભ્ય શ્રીમતિ સંગીતાબેન પાટીલએ જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં સરકાર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી તે ન ભુતો ન ભવિષ્યતિ છે. કોરોનાથી રક્ષણ મેળવવા માટે શહેરીજનોને વેકિસન લેવાની અપીલ કરી હતી. વધુમાં શહેરમાં ભુતકાળ તથા હાલમાં થયેલ અભુતપૂર્વ વિકાસની સમીક્ષા કરી હતી. કોરોના વોરિયર્સના કારણે જ આપણે શહેરીજનોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઘરે ઘરે પહોંચાડી શકયા છે. માન.મેયર શ્રીમતિ હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે રાજય સરકારશ્રીના સુશાસનના ૦પ(પાંચ) વર્ષ પૂર્ણ થતા ૦૧ ઓગસ્ટથી ૦૯ ઓગસ્ટ સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી સેવાયજ્ઞ કરવામાં આવી રહયા છે. સુરત શહેરે પુર, પ્લેગ જેવી અનેક આફતોનો સામનો કર્યો છે. વૈશ્વિક મહામારી કોરોના દરમ્યાન સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા શહેરીજનોએ ખભે થી ખભા મિલાવી કોરોનાનો સામનો કર્યો છે. કોરોનાનો રિકવરી રેટ ઘણો ઉચો આવ્યો છે. જે કોરોના વોરિયર્સ તથા શહેરીજનોના સહકારનું પરિણામ છે. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા કોરોનાના કપરા કાળમાં સતત અવિરત પણે ખડે પગે સેવા આપનાર મેડીકલ ઓફિસર, જુનિયર ઓફિસરશ્રી,કોર્પોરેશન પ્રોગામ કો–ઓર્ડિનેટર,સેનેટરી ઇન્સ્પેકટર,સેનેટરી સબ ઇન્સ્પેકટર, ફાર્માસિસ્ટ,લેબોરેટરી ટેકનીશીયન,વેકસીન કોલ્ડ ચેઈન મેનેજર, વેકસીન કોલ્ડ ચેઈન ટેકનીશીયન,સ્ટાફ નર્સ,કલાર્ક કમ કમ્પાઉન્ડર,પ્રાયમરી હેલ્થ વર્કર ,ડેટા એન્ટ્રી ઓપરેટર,ડ્રાઈવર, પટાવાળા,સફાઈ કામદાર સહિતના વિવિધ ૧૦૯ જેટલા કોરોના વોરર્યસિનું સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં માન. શહેર ભાજપ પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,માન.શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ,માન. સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ,માન. દંડક શાસકપક્ષ શ્રી વિનોદભાઈ પટેલ,માન. વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ,માન.મ્યુ.સદસ્યશ્રીઓ,મિડિયાના મિત્રો , કલરટેક્ષ કંપનીના શ્રી પકંજભાઈ ગાંધી તથા ટોરોન્ટ પાવરના શ્રી સ્નેહલ દેસાઈ તથા અન્ય મહાનુભાવોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.












