પ વર્ષ આપણી સરકારના- “ સૌનો સાથ – સૌનો વિકાસના” અંતર્ગત “વિકાસ દિવસ” ની ઉજવણી

૫ (પાંચ) વર્ષ આપણી સરકારના- “ સૌનો સાથ – સૌનો વિકાસના” અંતર્ગત “વિકાસ દિવસ” ની ઉજવણીના ભાગ રૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતર્મુહત દેશના આદરણીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના વરદહસ્તે વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા. આ પ્રસંગે ગાંધીનગર રાયસણ ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ પ્રસંગે રાજપૂત સાહેબે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં , ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ના ગુજરાત રાજ્ય માટેના અવિરત વિકાસના કામોથી લોકોને અવગત કરાવ્યા. આ પ્રસંગે કમિશ્નરશ્રી ગાંઘીનગર મહાનગર પાલિકા શ્રી ધવલભાઈ પટેલ, પૂર્વ સંસદિય સચિવ શ્રી પુનમભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલ, પૂર્વ પ્રમુખશ્રી ગાંધીનગર મહાનગર શ્રી મહેન્દ્રભાઈ પટેલ, પૂર્વ .ડે. મેયરશ્રી ગાંધીનગર મહાનગર પાલિકા શ્રી નાજાભાઈ ઘાઘર, ગાંધીનગર ભાજપ મહામંત્રી શ્રી ગૌરાંગભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર શ્રીમતી પ્રવિણાબેન વોરા , નાયબ મ્યુનસિપલ કમિશ્નરશ્રી પી.સી.દવે તથા શ્રીમતી પૂજા બાવડા તેમજ ભાઇઓ અને બહેનોની વિશેષ ઉપસ્થિતી રહી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM