ડિજિટલ ઇન્ડિયા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અનુસાર ટેકનોલોજી સભર શિક્ષણ આપવું જોઈએ -બલવંતસિંહ રાજપૂત

 આજ રોજ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્ણનજીની જન્મજયંતી નિમિત્તે શિક્ષકદિનની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેન બલવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષસ્થાને યોજાયો આ પ્રસંગે તેમના વરદહસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે રાજપૂતે તેમના ઉદબોધનમાં જણાવ્યું કે,ડીજીટલ ઈન્ડીયા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અનુસાર શિક્ષણ અને ટેકનોલોજી, સભર શિક્ષણ આપવું જોઈએ અને સરકારી તમામ યોજનાઓ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે લોકસભાના સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જીલ્લા શિક્ષણ અધિકારી  નરેન્દ્રસિંહજી ચાવડા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી  સંજયભાઈ પરમાર, જીલ્લા પ્રાચાયઁ ડો. એમ.જે.નોગસ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અમૃતભાઈ દેસાઈ, જીલ્લા ભાજપ મંત્રી દશરથસિંહ સોલંકી,  જીલ્લા ભાજપ મંત્રી નિમેશભાઈ મોદી, અંબાજી તાલુકા પ્રભારી  ઈશ્વરસિંહ સોલંકી તેમજ તમામ પૂજનીય શિક્ષકગણ અને બાળકો  ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *