રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આજરોજ ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલમાં ભાજપ આહવા મંડલની નમો એપ અને સોશિયલ મીડિયા અંગે કાર્યશાળામાં ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી દશરથભાઇ પવાર, ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ, આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર અને પ્રદેશ કારોબારી સભ્યશ્રી બાબુરાવભાઈ ચોર્યા, જિલ્લા સંગઠન મહામંત્રીઓ શ્રી રાજેશભાઈ ગામીત, શ્રી કિશોરભાઈ ગાવીત, શ્રી હરિરામભાઈ સાવંત, સંગઠન મંત્રી પાંડુભાઈ ચૌધરી, સંગઠન ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ, આઇટી કન્વીનર ગીરીશભાઈ મોદી, સોશીયલ મિડીયા કન્વીનર સ્યામ માહલા, આહવા મંડલના પ્રભારીઓ શ્રી ધર્મેશભાઈ પટેલ અને શ્રીમતી રંજીતાબેન પટેલ, મંડલ પ્રમુખ સંજયભાઈ વ્યવહારે, મંડલ મહામંત્રી સતિષભાઈ અને વસંતભાઈ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન, ઉપપ્રમુખ દેવરામભાઈ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દીપકભાઈ પીપળે તથા જિલ્લાના હોદ્દેદારો, આહવા તાલુકાની ગત ચૂંટણી લડેલા ઉમેદવારો, મંડલ મોરચાના હોદ્દેદાર, મંડલ આઈટી અને સોશિયલ મીડિયાની ટીમ તથા દરેક બુથમાંથી સોશિયલ મીડિયાના જાણકાર હોય તેવા કાર્યકર્તાઓએ ભાગ લીધો. નમો એપ અને સોશીયલ મિડીયા અંગે આઇટી તજજ્ઞ નકુલ જાધવ દ્વારા નમો એપ, ટવીટર, ફેશબુક, વોટસએપ જેવી એપ્લિકેશનો download ઇન્સ્ટોલ અને તેના ઉપયોગની સંપૂર્ણ જાણકારી સ્લાઇડ મારફતે સ્ક્રીન ઉપર પ્રેઝન્ટેશન કરી આપવામાં આવી. કાર્યશાળામાં ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું કે આજની યુવા પેઢી માટે આઇટી અને સોશીયલ મીડિયા સાથે ચાલવાનું ફરજિયાત બની ગયું છે. સંગઠન પ્રમુખશ્રી દશરથભાઇ પવારે અધ્યક્ષ સ્થાનેથી માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ભાજપના કાર્યકર તરીકે હવે આવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂજ કરી દેવો જોઈએ. ડાંગ જિલ્લાને કુલ ૧૫૦૦૦ નમો એપ ડાઉનલોડ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવેલ છે જે બાબતે આહવા તાલુકાની ૫૦૦૦ તથા દરેક બુથ માં ૫૦ નમો એપ ડાઉનલોડ થાય તેવી સૂચના આપવામાં આવી. કાર્યશાળાનું સંચાલન અને આભારવિધિ સતિષ સૈદાણે દ્વારા કરવામાં આવ્યું. અને અંતે આ કાર્યશાળા સફળ જાહેર કરવામાં આવી.


