રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગદ્વારા રાજ્યના અનુસૂચિત જન જાતિના બાળકો માટે ૧૦ દિવસના ખડક ચઢાણ એડવેન્ચર તાલીમકોર્સ નવેમ્બર-૨૦૨૧માં જૂનાગઢ ખાતે યોજાશે

  • ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો ભાગ લઈ શકશે
  • અરજી તા. ૧૫મી ઓક્ટોબર-૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે
  • અરજી જૂનાગઢ જિલ્લા રમતગમત અધિકારીશ્રીને મોકલવાની રહેશે

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારારાજ્યના અનુસૂચિત જન જાતિના ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો વધુ સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિઓ ખીલે તેવા આશયથીરાજય સરકારના ખર્ચે ૧૦ દિવસના ખડક ચઢાણ એડવેન્ચર તાલીમ કોર્સનું આગામી નવેમ્બર માસમાં આયોજન કરવામાં આવ્યું છે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓકચેરીનાકમિશનરશ્રીની યાદીમાં જણાવાયુ છે.  યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ  માત્ર અનુસૂચિત જન જાતિના બાળકો કે જેઓ તા. ૩૧/૧૨/૨૦૨૧ના રોજ ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ જરૂરી વિગતો અને પુરાવા સાથે પોતાની અરજી જિલ્લા રમતગમત અધિકારી જુનાગઢ, બહુમાળી ભવન, બ્લોક નં. ૧, ત્રીજો માળ, સરદાર બાગ, જુનાગઢ-૩૬૨૨૦૦૧ને તા. ૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે. યાદીમાં વધુ જણાવ્યા મુજબ આ કોર્સમાં ભાગ લેવા ઈચ્છૂક અરજદારોએ પુરૂ નામ સરનામું,આધાર કાર્ડ/ચુંટણીકાર્ડ/શૈક્ષણિક સંસ્થાનું ફોટા સાથેનું ઓળખકાર્ડની પ્રમાણીત નકલ, રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ/લાઇટબીલ/ગેસબીલ/ટેલીફોન બીલની પ્રમાણીત નકલ તથા જન્મ તારીખના પુરાવા તરીકે શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ અચૂકસામેલ કરવાની રહેશે. અરજદારે પર્વતારોહણ, એન.એ.સી., એન.એસ.એસ કે સ્કાઉટ ગાઇડ,હોમ ગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓનીશિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત પણ આપવાની રહેશે. આ સાથે વાલીનો સંમતી પત્ર અને શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ અનુસૂચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે,અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહી. પસંદગી સમિતિ યોગ્યતા ધરાવતા ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *