રાજકોટ શહેરમાં પોલિશ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં રાજકોટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ

રાજકોટ તા. ૨૩ સપ્ટેમ્બર. – પોલિશ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી, જેમાં રાજકોટ શહેરમાં પાંચ મુખ્ય પુલોના બાંધકામ તેમજ રાજકોટ અમદાવાદ સિક્સ લેન રોડના નિર્માણ અને માધાપર ચોકડી પાસે નિર્માણ પામી રહેલ ફ્લાય ઓવર બ્રિજના કારણે ટ્રાફિક નિયમન અને ડાયવર્ઝનની પરિસ્થિતિની સમીક્ષા કરતા પોલિશ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સંબંધિત વિભાગના અધિકારીઓને ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન સાથે કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફટી સંબંધિત સાઈન બોર્ડ તેમજ ડાયવર્ઝનની સૂચના સંબંધી કરવામાં આવેલી કામગીરીની માહિતી અધિકારીશ્રીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતી. અધિકારીશ્રીઓએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ બામણબોર રોડ પર અલગ અલગ ૧૦ સ્થળોએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં નિર્માણાધીન પાંચ પુલો આસપાસ ડાયવર્ઝન તેમજ સર્વિસ રોડ નિશ્ચિત કરી ટ્રાફિક નિયમન યોગ્ય રીતે થાય તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં આકાર પામી રહેલા બ્રીજ તેમજ ડાયવર્ઝન આસપાસ દબાણકર્તા ફેરિયાઓને દૂર કરવા દબાણ હટાવ શાખા દ્વારા નિયમિત ઝુંબેશ, ટ્રાફિક સંલગ્ન ટ્રાફિક સિગ્નલ નિયમન, રોડ પર પાર્કિંગ ઝોન ડિમાર્કેશન લાઈન, સિગ્નલ આસપાસ નડતરરૂપ ઝાડની ડાળીઓ દૂર કરવા સહિતના મુદ્દે યોગ્ય કરવા પોલીસ કમિશનરશ્રી દ્વારા સૂચના અપાઈ હતી. રોડ સેફટી મિટિંગમાં જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી અહેમદ ખુર્શીદ, ડી.સી.પી. – ઝોન-૧ શ્રી પ્રવિણકુમાર, એ.સી.પી. ટ્રાફિક પોલીસશ્રી મલ્હોત્રા, રોડ સેફટી વિભાગના નિવૃત સી.ઈ.ઓ. શ્રી જે.વી. શાહ, આર.ટી.ઓ અધિકારી શ્રી લાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ-વે ઓથોરિટી, જી.ઇ.બી, માહિતી વિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM