મહેસાણા ખાતે પહોંચેલી યાત્રાને સાંસદશ્રી શારદાબેન પટેલ દ્વારા ફ્લેગ ઓફ

આઝાદીનો અમૃત મહોત્સવ જમ્મુથી દાંડી સુધી ૧૦૦ સરહદી રક્ષકોની સાયકલ રેલી ૧૫ ઓગષ્ટથી શરૂ કરેલ યાત્રા ૦૨ ઓક્ટોબર દાંડી ખાતે પુર્ણ થશે.

રિપોર્ટ… ડેવિડ પટેલ.
દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી- આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડીયા મુવમેન્ટને વેગ આપવા બી.એસ.એફ. જવાનો દ્વારા દેશભરમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર સીમા ચોકી ઓક્ટ્રોયથી ૫૬ બટાલીયન બી.એસ.એફ ૫૦ જવાનો સહિત ૧૦૦ જવાનો દ્વારા તા.૧૫ ઓગષ્ટ-૨૦૨૧થી સાયકલ યાત્રા શરૂ કરેલ છે. આ સાયકલ યાત્રા દેશભરના વિવિધ સ્થળોએ થઇને ગુજરાતના દાંડી ખાતે જશે.આ સાયકલ યાત્રાનું તા. ૨૫ ઓગષ્ટ-૨૦૨૧ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લામાં પ્રવેશ થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશના ૭૫ માં સ્વતંત્રતા દિવસ પર, આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા સુનિશ્ચિત કરનારા જવાનોની ભાવના અને ઉત્સાહ વધારવા સાંસદશ્રી શારદાબેન પટેલે ૧૯૯૩ કિમીની મુસાફરી કરી રહેલા સરહદ રક્ષકોને પણ શુભેચ્છા પાઠવી સવારે ૦૭-૦૦ કલાકે ફેલ્ગ ઓફ કરાવી સાયકલીસ્ટોનો જુસ્સો વધાર્યો હતો. સંસદ સભ્ય શ્રીમતી શારાદાબેન પટેલે જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત આ સાયકલોથન રેલીમાં, સરહદ રક્ષક ૦૨ ઓક્ટોબરે ગુજરાતના દાંડી પહોંચવા માટે દેશના વિવિધ ભાગોમાંથી ૧૯૯૩ કિલોમીટરનો પ્રવાસ કરી દાંડી પહોંચનાર છે.. આ અભિયાનમાં સામેલ બોર્ડર સિક્યુરિટી ફોર્સના દોડવીરોએ પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે દરરોજ લગભગ ૪૦ કિલોમીટરની મુસાફરી કરી રહ્યા છે. દેશ ભાવના સાથે શરૂ થયેલ આ યાત્રાથી દેશવાસીઓમાં સ્વચ્છ ભારત,શ્રેષ્ઠ ભારતની પ્રતિબધ્ધતા મજબૂત થશે. આ રેલીને ફ્લેગ ઓફ કરવા કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ અગ્રણી મંયક નાયક હાજર રહ્યા હતા. દેશના ૭૫ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ દરમિયાન, સરહદ રક્ષકો રસ્તામાં યુવાનોમાં દેશભક્તિની ભાવનાને મજબૂત કરી રહ્યા છે. આ સાથે, સ્વચ્છ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, આયુષ્માન ભારત જેવી કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.મહેસાણા હેડુઆ ગોપાલક સુવિધા એજ્યુકેશન સંસ્થામાં યોજાયેલ સાયકલ રેલી ફ્લેગ ઓફ કાર્યક્રમમાં શ્રી એચ.એસ.ટોલીયા, કમાન્ડરશ્રી આર.વી.કીરો સેન્કડ ઇન કમાન્ડરશ્રી.જે.કે.સોની ડીસી,શ્રી એસ.આર.બીજારણીયા ડી.સી,શ્રી સ્વરજીતસિંઘ ડી.સી સાયકલ રેલી કમાન્ડટ સહિત બી.એસ.એફના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM