દરિયામાં જીવ સટોસટના ઓપરેશન-કેવા પડકારોનો સામનો કરે છે ATS-જાણશો તો રુવાડાં ઉભા થઈ જશે

રિપોર્ટ… ડેવિડ પટેલ.

તંકવાદીઓના હોટ ટાર્ગેટ પર રહેલા ભારત દેશ પર નવો જ ખતરો ઉભો થયો છે,અફગાનીસ્તાન અને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ ભારતમાં નાર્કો ટેરરીઝમ નો આતંક મચાવી રહ્યા છે. ભારત દરિયા કિનારા પર ડ્રગ્સના કન્સાઈમેન્ટ લેન્ડીંગ કરાવે છે તો ક્યારેક ભારતની દરિયા સીમામાંથી પસાર થતા હોય છે.ડ્રગ્સના કન્સાઈમેન્ટ લઈ આવતા તસ્કરોને દરિયામાં પકડવાના ઓપરેશન પાર પાડવામાં આવે છે.આપણને એટીએસ,કોસ્ટગાર્ડના મધદરિયામાં થતા ઓપરેશન સામાન્ય લાગે છે,પરંતુ ઓપરેશન સફળતાપુર્વક પાર પાડવામાં સુરક્ષા એજન્શીના જવાનો જીવને જોખમમાં મુકતાં અચકાતા નથી.સુરક્ષા એજન્શીના જવાનો કુદરતી અને કુત્રિમ પડકારોનો સામનો કરે છે,જે સાંભળી રુવાટા ઉભા થઈ જાય તેવા પડકારોનો સામનો કરતા હોય છે.
પાકિસ્તાન તથા અફઘાનીસ્તાનના બંદરો પરથી હેરોઈન જેવા માદક દ્રવ્યોના કન્સાઈમેન્ટ ભરીને ભારત તરફ આવતી હોટ અંગે બાતમી મળતાં જ એટીએસ ટીમ કોસ્ટગાર્ડને સાથે રાખી ડ્રગ્સના કન્સાઈમેન્ટને જપ્ત કરી ડ્રગ્સ પેડલરને પકડવા અત્યંત ગુપ્તતાપુર્વ ઓપરેશન પાર પાડવાની વ્યુહ રચના તૈયાર કરે છે.
ચોક્કસ બાતમીના આધારે સુરક્ષા એજન્શીની ટીમ મધદરિયામાં પહોંચી જાય છે.ટીમ બાતમી મળી હોય તે સીગ્નલ પાસે પહોંચી જાય છે.મહત્વની બાબત એ હોય છે કે વિશાળ દરિયામાં ડ્રગ્સના કન્સાઈમેન્ટ ભરેલી બાતમી વાળી બોટ ક્યા સ્થળેથી પસાર થાય છે તે ચોક્કસ જગ્યા નક્કી કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
કોસ્ટગાર્ડની ટીમ દરિયાની વિપરિત આબોહવાથી ટેવાયેલા હોય છે,પણ જવલ્લેજ કિસ્સામાં દરિયાની અંદર ઓપરેશન કરવા માટે જતા પોલીસ અધિકારીઓ-પોલીસ જવાનો દરિયાની વિપરીત આબોહવાને સહન કરી શકતા નથી.તેમને વોમીટીંગ થવું,તાવ આવવો તથા કેટલીક શારિરીક તકલીફોનો સામનો કરવો પડે છે.
આ ઉપરાંત દરિયામાં કલાકો અને દિવસો સુધી ડ્રગ્સ કન્સાઈમેન્ટ ભરેલી બોટની રાહ જોવી પડે છે.આ દરમિયાન દરિયામાં હવામાન માં સતત બદલાવ આવે છે,ક્યારેક ભરતી ઓટ આવે છે.તો ક્યારેક શાંત દરિયો અચાનક તોફાની પણ બની જાય છે.તેવા સમયે પોલીસ ટીમને વિપરીત પરિસ્થિતીનો સામનો કરવો પડે છે.
મધદરિયામાં ડ્રગ્સ કનાઈમેન્ટ ભરેલી બોટને આંતરી તે બોટમાં જવામાં ઘણા જોખમો ઉઠાવવા પડે છે.ડ્રગ્સ પેડલર પાસે હથિયારો કે વિસ્ફોટકો છે કે નહીં તે કળી શકાતું નથી.ડ્રગ્સ પેડલર ક્યારેક ભાગી છુટવા માટે દરિયામાં કુદી પડે છે.તે સમયે તુરત જ ટીમ પણ આરોપીઓને પકડવા માટે દરિયામાં કુદી પડતી હોય છે.ડ્રગ્સ પેડલર દરિયામાં સરળતાથી તરી શકતા હોય છે.જ્યારે પોલીસ ટીમને દરિયામાં તરવાના અનુભવ ન હોવાના કારણે જીવ જોખમમાં મુકાય છે.
આ ઉપરાંત ડ્રગ્સ પેડલર્સ પોલીસ ટીમ પર હુમલો કરતા હોય છે.તો ક્યારેક હથિયારો વડે હુમલાની પણ ઘટનાઓ બને છે,તેવા સમયે અત્યંત સાવધાની રાખીને પોતાના જીવ બચાવવા પડે છે.
માર્ચ 2019 માં એટીએસ ટીમે જીવ જોખમમાં મુકીને 100 કિલોગ્રામ હેરોઈનનું કન્સાઈમેન્ટ પકડવાના અનુભવ અંગે એટીએસની ડીવાયએસપી પી બી રોજીયા પ્રાઉડ ફોર યુ સાથે વાત કરતાં કહે છે કે માર્ચ 2019 માં ડ્રગ્સનું કન્સાઈમેન્ટ પકડવા માટે એટીએસ ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું.ડ્રગ્સ પેડલર્સની બોટના ક્રુ મેમ્બર્સને ખબર પડી કે પોલીસ ટીમ નજીક આવી પહોંચી છે,ત્યારે ડ્રગ્સ પેડલર્સએ તેમની પાસેના વિસ્ફોટકો દ્વારા બોટમાં બ્લાસ્ટ કરી આગના હવાલે કરી હતી.પોલીસ ટીમે દ્રઢ સંકલ્પ કર્યો અને તુરત જ પોલીસ ટીમ સળગતી બોટમાં કુદી પડી.બોટમાં પ્રચંડ આગ ભડકી ઉઠી હતી.છતાં જીવની પણ પરવા કર્યા વગર પોલીસ ટીમે આગની વચ્ચે રહેલા 100 કિલોગ્રામ ભરેલા કન્સાઈમેન્ટને ખેંચી લઈ જપ્ત કર્યું હતું.જ્યારે પોલીસને થાપ આપી ભાગી છુટવા માટે દરિયામાં કુદી પડેલા 9 ઈરાની ડ્રગ્સ પેડલર્સને ઝડપી લીધા હતા.
વિપરીત પરિસ્થિતીમાં મુકાયેલી પોલીસ ટીમને દરિયાની બહાર સુરક્ષા એજન્શીનો તાત્કાલીક સંપર્ક કરવામાં પણ ભારે મુશિબતોનો સામનો કરવો પડે છે.ક્યારેક રેડીયો ફ્રિક્વન્સી મળતી નથી,ત્યારે તાત્કાલીક મદદ ન પણ મળે.તે પણ મોટું જોખમ કહેવાય.જોકે કેટલીક બોટમાં હાઈ ફ્રિકવન્શી મળતી હોય છે.દરિયામાં કુદી પડવાની પરિસ્થિતિ સર્જાય ત્યારે જીવ જોખમમાં મુકાઈ જાય છે.કારણકે સેંકડો માઈલ દુર દરિયા કિનારો તરીને પહોંચવામાં જોખમો રહેલા છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM