થરા રાજવી પરિવારે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલાની મુલાકાત લઈ શુભકામના પાઠવી

આઝાદીના પંચોતેર વર્ષ પછી કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કિર્તિસિંહ પી. વાઘેલાને રાજય મંત્રી મંડળમાં સ્થાન આપી રાજયકક્ષાના શિક્ષણ મંત્રી જેવું ખાતું આપવામાં આવતાં સમગ્ર તાલુકામાં આનંદ ગૌરવની લાગણી જોવા મળી રહી છે ત્યારે રાજયકક્ષાના શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલાની થરા  રાજવી પરિવારે શુભેચ્છા મુલાકાત લઇ પાઘડી શાલ ફૂલહાર બુકે પુસ્તક પ્રતિમા ભેટ આપી મીઠું મો કરાવી અભિનંદન શુભકામના પાઠવી આ સમયે રાજવી પરિવારના હેતકરણસિંહ વાઘેલા (લાલભા) નવનિયુક્ત બિનહરીફ વિજેતા થયેલ કોર્પોરેટર પૃથ્વીરાજસિંહ સી. વાઘેલા, પ્રહલાદસિંહ વાઘેલા, યશપાલસિંહ ટી વાઘેલા, પ્રતિપાલસિંહ વાઘેલા, દિગ્વિજયસિંહ વાઘેલા, કરણસિંહ વાઘેલા , વિરભદ્રસિંહ વાઘેલા, રવિપ્રતાપસિંહ વાઘેલા, પ્રધ્યુમન પ્રધ્યુમનસિંહ ગોહિલ, રાજદીપસિંહ વાઘેલા થરા રાજવી પરિવારે કાંકરેજ ધારાસભ્ય રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલાની શુભેચ્છા લઈ અભિનંદન શુભકામના પાઠવી. વોર્ડ નંબર ૩ ની ભાજપની પૃથ્વીરાજસિંહ વાઘેલાની ચારેય સભ્યોની પેનલ બિનહરીફ જાહેર થતાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલાએ  પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભૂપતભાઇ ગોહિલને ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવેલ. આ પ્રસંગે મહિપતસિંહ વાઘેલા,અશ્વિનભાઇ , કનુભાઈ ઠકકર, ભૂપતભાઇ પરમાર,શાન્તુજી ઠાકોર,ધવલભાઇ ઝવેરી,દિક્ષિતભાઇ શાહ,બાબુભાઇ દેસાઈ,રઘુભાઈ જોષી,પંકજભાઈ મોચી વિગેરે હાજર રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *