જન આશીર્વાદ યાત્રાને પશુપાલન મંત્રી શ્રી દેવાભાઈ માલમે સાણંદ તાલુકાથી પ્રસ્થાન કરાવ્યું.

જથી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલી જન આશીર્વાદ યાત્રાના પ્રથમ દિવસે અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના સરી મટોડા ગામથી યાત્રાનું પ્રસ્થાન પશુપાલન મંત્રી શ્રી દેવિભાઈ માલમે કરાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે અત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે  રાજ્ય સરકાર સૌના “સાથ – સૌના વિકાસના” સૂત્રને સાર્થક કરે છે. જન-જનની ભાગીદારીથી પ્રજાલક્ષી વિકાસ કામોની વણથંભી વિકાસ યાત્રા અવિરતપણે વહેતી રહી છે. શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોની સુરક્ષા અને રોજગારીની ખાત્રી રાજય સરકાર દ્વારા આપવામાં આવે છે. શિક્ષણ સાથે રોજગારલક્ષી તાલીમ મળી રહે એ માટે રાજ્ય સરકારની અનેકવિધ સહાયકીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના સરી મટોડા ગામથી શરૂ થયેલી યાત્રા બાવળા,કેરાળા, મોગલધામ દર્શન કરીને ધોળકા તાલુકામાં આવેલાંગણપતિપુરા મંદિર દર્શન,અરણેજ બુટભવાની માતાજી મંદિરના દર્શન, વટામણ ગામે સભા ત્યાંથી બોરુ- નાગાલાખાની જગ્યા પર રોકાયા બાદ ધોલેરા તાલુકાના પીપળી, ધોલેરા સ્વામિનારાયણ મંદિર,અને છેલ્લે બાવળિયાળી ખાતે સમાપન થશે. આ પ્રસંગે સાણંદ તાલુકાના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદગિરી ગોસ્વામી, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી, અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *