ભારત સરકાર દ્બારા ભારતની આઝાદીના ૭પ વર્ષ તેમજ ભારતનાં વિકાસ અને સિધ્ધિની ઉજવણીના ભાગરૂપે ”આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી સમગ્ર દેશમાં થનાર છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૦૧/૧૦/ર૦ર૧ના રોજ ”આઝાદી કા અમૃત મહોત્સવ” અને સુરત સુધરાઈનું મહાનગરપાલિકામાં રૂપાંતર અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૦૧/૧૦/૧૯૬૬ના રોજ સુરત સુધરાઈમાંથી સુરત મહાનગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવી હતી. જેની ભારતની આઝાદીના ૭પ વર્ષ તેમજ ભારતનાં વિકાસ અને સિધ્ધિની ઉજવણીના ભાગરૂપે ”આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત તા.૦૧/૧૦/ર૦ર૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરીના પ્રવેશ દ્બારે માન.મેયરશ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ડે.મેયરશ્રી દિનેશભાઈ વી. જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી પરેશભાઈ આર. પટેલ, શાસકપક્ષ નેતાશ્રી અમિતસિંગ જે. રાજપૂત, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા શ્રીમતી પુર્ણીમાબેન દાવલે, વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ, મ્યુનિસિપલ સભ્યશ્રીઓ, મ્યુનિ.અધિકારીશ્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોના સાનિધ્યમાં સુધરાઈના મહાનગરપાલિકામાં રૂપાંતરના પ૬માં વર્ષની ઉજવણીએ સુરત શહેર વિકાસની ઉંચાઈઓ સર કરતા રહે તે માટે હર્ષોલ્લાસ સાથે બલુન ગગનમાં વિહરતા કર્યા હતા. ત્યારબાદ શ્રીફળ વધેરી સુરત શહેર માટે કલ્યાણકારી ભવિષ્યની વાંચ્છના કરી હતી. અંતે ”બહુજન હિતાય અને બહુજન સુખાય”ના સૂત્રને સાર્થક કરતી રંગોળી નિહાળી હતી. પૂજય મહાત્મા ગાંધીજીની ૧પરમી જન્મજયંતિ ઉજવણી તથા ”આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૦ર/૧૦/ર૦ર૧ને શનિવારના રોજ સવારે ૮.૦૦ કલાકે સોશીયલ ડિસ્ટન્સીંગના પાલન અને માસ્ક સાથે ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ સહ વંદના, સર્વધર્મ પ્રાર્થના અને ભજન
કાર્યક્રમ ગાંધીબાગ પાસે, ચોકબજાર, સુરત ખાતે તથા ગાંધીબાગ ચોક બજારથી સ્વામી વિવેકાનંદ સર્કલ–મકકાઈપુલથી પરત ગાંધીબાગ, ચોકબજાર ખાતે વોકોથોન(દોડ) કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં સહભાગી થવા જાહેર જનતાને અપીલ છે.









