સાઉથ ઝોન(ઉધના)(એ)માં સમાવિષ્ટ વિસ્તાર ફાયનલ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.રર (ભેસ્તાન), ફા.પ્લોટ નં.૭૦ ખાતે આવેલ સરસ્વતિ આવાસના બિલ્ડીંગો જર્જરિત/બિસ્માર થઈ ગયેલ હોવાઅંગેના એસ.વી.એન.આઈ.ટી., સુરતના સ્ટ્રકચરલ રીપોર્ટને ધ્યાને લઈ સ્લમ અપગ્રેડેશન સેલ, સુરત મહાનગરપાલીકાના ધ્વારા આ તમામ આવાસના બિલ્ડીંગોને રીડેવલપમેન્ટ પોલીસી હેઠળ રીડેવલપ કરવાનું
નકકી કરેલ હોય તથા આ જર્જરિત બિલ્ડીંગોમાં વસવાટકર્તા પાત્રતા ધરાવતા રહેવાસીઓને કે જેઓએ ટ્રાન્ઝીટ એકોમોડેશન માટે સંમતિપત્રો રજૂ કરેલ જે તેઓ પૈકી તા.૧૯/૦૯/ર૦ર૧ ના રોજ પાત્રતા ધરાવતા કુલ–૩૪૭ રહેવાસીઓના ડ્રો કરી સાઉથ ઝોન(ઉધના)(એ) ધ્વારા તા.ર૦/૦૯/ર૦ર૧ તથા તા.ર૧/૦૯/ર૦ર૧ ના રોજ જેઓએ ટ્રાન્ઝીટ એકોમોડેશન ફાળવેલ છે તેઓને આ જર્જરિત બિલ્ડીંગોમાંથી
શાફટીંગ કરવા વાહનો તથા બેલદારોની વ્યવસ્થા કરેલ તેમ છતાં આ આવાસના રહેવાસીઓ ધ્વારા ડ્રોના ટોકન તથા પાત્રતાપત્ર લેવાની ના પાડેલ. આમ સાઉથ ઝોન(ઉધના)(એ) ધ્વારા આ જર્જરિત આવાસોના બિલ્ડીંગોમાં વસવાટકર્તા રહેવાસીઓના જાનમાલને નુકશાન ન થાય તે હેતુસર તાકીદે ટ્રાન્ઝીટ એકોમોડેશન આપી શીફટીંગ કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવેલ પરંતું સ્થાનિકો રહે સીઓ ધ્વારા તે બાબતે યેનકેન પ્રકારે વિવાદો ઉપસ્થિત કરી કામગીરી કરવા દેવામાં આવતી ન હોય જે સંજોગોમાં આજરોજ તા.૩૦/૦૯/ર૦ર૧ થી સાઉથ ઝોન(ઉધના)(એ)ના અધિકારીઓ/કર્મચારીઓ, બેલદારો–૩ર, સુરત મહાનગરપાલીકાના સિકયોરીટી સ્ટાફ–૧૦, રાજય સરકારશ્રી ધ્વારા સુરત મહાનગરપાલીકાને ફાળવેલ એસ.આર.પી.–૧૦ તથા જે.સી.બી.–૦૪, સુઅર જેટીંગ મશીન–૦૧, ગાડીઓ–૦૩ મળી કુલ વાહનો–૦૮ તથા પોલીસ બંદોબસ્ત મેળવેલ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર–૦૧, પોલીસ સબ ઈન્સ્પેકટર–૦ર, કોન્સ્ટેબલ–૧૦, લેડી કોન્સ્ટેબલ–૧૦ મળી કુલ–ર૩ નો સ્ટાફ મેળવી આ તમામ જર્જરિત આવાસોના બિલ્ડીંગોના પાણી તથા ગટરના કનેકશનો કાપી/દૂર કરવામાં આવેલ .









