આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં ‘ક્લીન ઈન્ડિયા’ અભિયાન’

ગ્રામપંચાયતોમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ”નો ઠરાવ પસાર કરાશે.

આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત તા.૧ થી ૩૧ ઓકટો. દરમિયાન રાજ્યમાં ‘ક્લીન ઈન્ડિયા’ અભિયાન’નો પ્રારંભ થયો છે, આ જનઆંદોલનમાં ઓક્ટોબર મહિનાના દરેક દિવસોમાં જનભાગીદારી સાથે “પ્લાસ્ટિક મુક્ત” અને ‘સ્વચ્છ ભારત’ના સ્વપ્ન સાકાર કરવાં સરકારી કચેરી, બિનસરકારી, સામાજિક- શૈક્ષણિક સંસ્થાઓ જોડાશે. આ કાર્યક્રમમાં તા. બીજી ઓક્ટોબરના રોજ રાજ્યની ૧૪,૨૫૦ ગ્રામપંચાયતોમાં આયોજિત ગ્રામસભામાં ગ્રામપંચાયતોમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ”નો ઠરાવ પસાર કરાશે. તા.૨ થી ૩ ઓક્ટો.- ધાર્મિક સંસ્થાઓ અને તા.૪ થી ૫ ઓક્ટો. ના રોજ કોર્પોરેટ સેક્ટર સ્વચ્છતા ઝુંબેશ ઉપાડશે. તા. ૬ થી ૭ ઓક્ટો – રમતવીરો, તા.૮-૯ ઓક્ટો.- રેલવે અધિકારીઓ અને સ્ટાફ, તા.૧૦ ઓક્ટો.-પોલીસ વિભાગ, મીડિયા અને CAPF, તા.૧૧-૧૨ ઓક્ટો.- રાજકીય અગ્રણીઓ, તા.૧૩-૧૪ ઓક્ટો.-NGO અને સિવિલ સોસાયટી, તા.૧૮-૧૯ ઓક્ટો.- વ્યાપારી સમુદાય/વ્યાપાર મંડળો, તા.૨૦ થી ૨૧ ઓક્ટો.-મહિલા જૂથો, તા.૨૨-૨૩ ઓક્ટો.- શિક્ષકો, તા.૨૪ ઓક્ટો.- ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીઝ, તા.૨૫-૨૬ ઓક્ટો.- શિક્ષકો અને વન અધિકારીઓ, તા.૨૭-૨૮ ઓક્ટો.- ટેલિકોમ અને પોસ્ટલ અધિકારીઓ, તા.૨૯-૩૦ ઓક્ટો.- જાહેર સાહસોના અધિકારીઓ અને સ્ટાફ, તા.૩૧ ઓક્ટો.- નહેરૂ યુવા કેન્દ્ર, NSS અને અન્ય સંસ્થાઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *