જનભાગીદારીથી ‘પ્લાસ્ટિકમુક્ત ભારત’ અને ‘સ્વચ્છ ભારત’ કાર્યક્રમમાં સરકારી, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાશે

સમગ્ર ઓકટોબર માસ દરમિયાન’ક્લિન ઈન્ડિયા’ અભિયાનહેઠળ સુરત જિલ્લામાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો યોજાશે

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વિવિધ કાર્યક્રમોનું આયોજનઃ

રાષ્ટ્રની આઝાદીના ૭૫ વર્ષની પૂર્ણતાના અવસરે ઉજવાઈ રહેલા અમૃત મહોતસ્વ અંતર્ગત ઓકટોબર-૨૦૨૧ના સમગ્ર માસમાં  ‘ક્લીન ઈન્ડિયા’ અભિયાન યોજાશે. આ અભિયાન હેઠળ સમગ્ર સુરત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની વિવિધ સરકારી વિભાગો, સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ સ્વચ્છ ભારત મિશન હેઠળ જનભાગીદારીથી સ્વચ્છતાના કાર્યક્રમો યોજશે.

            બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જિલ્લાના પદાધિકારીઓ, સરકારના વિવિધ વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતોના ઓક્ટોબર મહિનાના દરમિયાન જનભાગીદારી સાથે “પ્લાસ્ટિક મુક્ત ભારત” અને ‘સ્વચ્છ ભારત’ના સ્વપ્ન સાકાર કરવાની હિમાયત કરી હતી. સમગ્ર જિલ્લામાંથી ઓકટોમ્બર મહિના દરમિયાન નહેરૂ યુવા સંગઠન, એન.એસ.એસ., ગ્રામપંચાયતોમાં યુવા સંગઠનો, મહિલા મંડળો, સખીમંડળો દ્વારા ડોર- ટુ-ડોર કેમ્પેઈન કરી પ્લાસ્ટીકના વપરાશ અટકાવવા તથા તેના નિકાલ અંગે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ઐતિહાસિક-ધાર્મિક સ્થળો, દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, નદી-તળાવો, વન વિભાગના ઈકો ટુરિઝમ સાઈટ જેવા સ્થળોએથી પ્લાસ્ટીકના કચરાને  એકત્ર કરવામાં આવશે.  

           બેઠકમાં ઓકટોમ્બર મહિના દરમિયાન વિવિધ વિભાગોએ સાથે મળીને કાર્યક્રમો કરવા અંગેનું આયોજન ધડી કઢાયું હતું. તા.બીજી ઓક્ટોબરના રોજ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સવારે ૧૧.૦૦ વાગે ઓલપાડ તાલુકાની કોલેજ ખાતે યોજાશે. આ ઉપરાંત જિલ્લાની ગ્રામપંચાયતોમાં ગ્રામસભામા ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ”નો ઠરાવ પસાર કરાશે. તા.૨ થી ૩ ઓક્ટો.- ધાર્મિક સંસ્થાઓ અને તા.૪ અને ૫મીએ કોર્પોરેટ સેક્ટર સ્વચ્છતા ઝુંબેશ ઉપાડશે. તા.૬ અને ૭મીએ રમતવીરો, તા.૮-૯ ઓક્ટો.એ રેલવે અધિકારીઓ અને સ્ટાફ, તા.૧૦મીએ પોલીસ વિભાગ, મીડિયા અને CAPF, તા.૧૧-૧૨મીએ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સાથે કલીન ઈન્ડિયા અભિયાનના કાર્યક્રમ યોજાશે. તા.૧૩-૧૪ ઓક્ટો.-NGO અને સિવિલ સોસાયટી, તા.૧૮, ૧૯મીએ વ્યાપારી સમુદાય/વ્યાપાર મંડળો, તા.૨૦, ૨૧મીએ મહિલા સખીમંડળો દ્વારા કાર્યક્રમો હાથ ધરાશે. તા.૨૨-૨૩મીએ શિક્ષકો, તા.૨૪મીએ માહિતી વિભાગ, પ્રિન્ટ-ઈલેકટ્રોનિકસ મીડિયા, તા.૨૫-૨૬મીએ શિક્ષકો અને વન વિભાગના અધિકારીઓ, તા.૨૭-૨૮મીએ ટેલિકોમ અને પોસ્ટલ વિભાગ, તા.૨૯-૩૦મીએ જાહેર સાહસોના અધિકારીઓ અને સ્ટાફ, તા.૩૧ ઓક્ટો.- નહેરૂ યુવા કેન્દ્ર, NSS અને અન્ય સંસ્થાઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે.           બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, નિવાસી અધિક કલેકટરશ્રી ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્મા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાજ્યગુરૂ તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM