મહેસાણા નગરપાલિકા દ્વારા પ.પૂ.મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર લોકસભા સાંસદ સભ્યશ્રી શારદાબેન દ્વારા હાર અર્પણ કરવામાં આવેલ

રીપોર્ટ.. ડેવિડ પટેલ.

બીજી ઓક્ટોબર ગાંધી જયંતીથી નિમિત્તે આજ રોજ મહેસાણા નગરપાલિકા દ્વારા પ.પૂ.મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર લોકસભા સાંસદ સભ્યશ્રી શારદાબેન એ.પટેલ, રાજ્યસભા સાંસદ સભ્યશ્રી જુગલજી એમ.ઠાકોર,મહેસાણા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન એમ.પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ કાનજીભાઈ જે.દેસાઈ, નગરપાલિકા કારોબારી ચેરમેન કૌશિકભાઈ એચ.વ્યાસ તેમજ નગરપાલિકાના સભ્યશ્રીઓની ઉપસ્થિતીમાં પ.પૂ.મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર સૂતરની આંટીનો હાર અર્પણ કરવામાં આવેલ તેમજ નગરપાલિકાના સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવેલ.મહેસાણા નગરપાલિકા ઓફીસ તેમજ વોર્ડ ઓફીસ ખાતે સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવેલ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત ના કાર્યક્રમના ભાગરૂપે મહેસાણા નગરપાલિકા પહેલી ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી નાગરિકોની ભાગીદારીથી સ્વચ્છતા માટે નું જન આંદોલન છેડશે.


તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *