રિપોર્ટ -શૈશવ રાવ- રાજપીપલા
મહાત્મા ગાંધીજી નાઓની રજી ઓક્ટોબર જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે જીલ્લા પોલીસ વડાશ્રી હિમકરસિંહ તથા સરકારી વકીલશ્રી જીતેન્દ્રસિંહ જે . ગોહિલ નાઓએ ડિસ્ટ્રીકટ ટ્રેનિંગ સેન્ટર પોલીસ હેડ ક્વાર્ટર જીતનગર નર્મદા ખાતે નર્મદા જીલ્લાની વિવિધ કોર્ટના જજીસશ્રીઓ તથા સરકારી વકીલશ્રીઓ અને જીલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તથા પોલીસ કર્મચારીઓ સાથે તા .૨ / ૧૦ / ૨૦૨૧ સવારના કલાક ૯/૦૦ થી બપોરના કલાક ૦૧/૦૦ સુધી સાયબર ક્રાઇમ , પોક્સો તથા એન.ડી.પી.એસ. ના કેસોની તપાસમાં રહેતી ખામીઓના નિવારણ અને ક્રાઇમના કન્વીકશન રેટ વઘારવા અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું . આ સેમિનારમાં એડિશનલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજ શ્રી એન.એસ. સીદીકી તથા પ્રિન્સીપાલ સીવીલ જજ શ્રી એ.એન. પટેલ તથા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી એન.કે. નાયરે અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી આર.એસ. સોલંકી તથા પોલીસ વિભાગના જીલ્લા કક્ષાના અધિકારીશ્રી રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળા ડીવીઝન , સુ.શ્રી ચેતના ચૌઘરી નાયબ પોલીસ અધિક્ષક મુ.મ. નર્મદા તથા સુ.શ્રી વાણી દુઘાત નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા ડીવીઝન અને વિવિધ બ્રાન્ચના અધિકારીશ્રીઓ તેમજ જીલ્લાના સરકારી વકીલશ્રીઓ એ.જી.પી. પ્રવિણકુમાર પરમાર તથા એ.જી.પી. કુમારી વંદના આઇ ભટ્ટ , દેડીયાપાડા કોર્ટના એ.પી.પી.શ્રી મુકેશભાઈ પરમાર , એ.પી.પી.શ્રી રામજીભાઇ તથા એ.પી.પી.શ્રી કૌશિકભાઈ તથા એ.પી.એશ્રી એસ.જી. રાવ , એડવોકેટશ્રી અશ્વિનાબેન શુક્લ વિગેરે નાઓ સાથે જીલ્લા પોલીસની સાયબર ક્રાઇમ ટીમના તજજ્ઞો સાથે ૧૦૦ જેટલા પોલીસ અધિકારી / કર્મચારીઓ હાજર રહેલ હતા . આ સેમિનારમાં જીલ્લા પોલીસ વડાશ્રી હિમકરસિંહ નાઓએ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ રોકવા માટે પ્રિવેન્ટીવ એકસન તરીકે જીલ્લામાં પચાસ હજાર જેટલા સાયબર ક્રાઇમની જાગૃતિ અંગેના પેમ્પલેટનુ પબ્લીકને વિતરણ કરવામાં આવી રહ્યુ છે . તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અલગ અલગ રીક્ષાઓ મારફતે લાઉડ સ્પીકરથી લોક જાગૃતિ માટેનો પ્રચાર ચાલુ કરવામાં આવેલ છે . તેમજ એડિશનલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજ શ્રી એન.એસ. સીદીકીનાઓ તરફથી પોક્સો અને એન.ડી.પી.એસ.ના ગુનાઓમાં કંઇ રીતે કન્વીકશન રેટ વધારી શકાય તે અંગેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું તથા ગુનાઓની તપાસમાં રહેતી ખામીઓ અને તેના નિવારણ બાબતે તથા કેસોની ટેકનિકલ બાબતો અંગે અને ક્રાઇમના કન્વીકશન રેટમાં વધારો કરવા માટે તપાસમાં રહેતી તૂટીઓના નિવારણ અંગે હાજર રહેલ જીલ્લાની વિવિધ કોર્ટના જજીસશ્રીઓ , સરકારી વકીલશ્રીઓ અને પોલીસ અધિકારીશ્રીઓ સાથે વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરી હાજર રહેલ પોલીસ અધિકારી / કર્મચારીઓને ગુનાઓની તપાસના કામે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ .





