ગુજરાતના જાણીતા સાહિત્યકાર/લેખક ડીસા સ્થિત કનુભાઈ આચાર્યનું કરવામાં આવેલ સન્માન..

અંદાજે 50 જેટલાં પુસ્તકોના લેખક/સંપાદક,મહામહિમ રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ મહોદય દ્રારા સન્માનિત,ડીસા જલારામ મંદિરના પ્રમુખ,ડાવસ હાઈસ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ,ગુજરાતના પ્રસિધ્ધ સાહિત્યકાર/લેખક ડીસા સ્થિત કનુભાઈ આચાર્યનું તારીખ 14 ઓકટોમ્બર એમના જન્મદિન નિમિતે ડીસાની વિવિધ સંસ્થાઓ દ્રારા ગૌરવભેર સન્માન કરાયું હતું.   લોહાણા મહા પરિષદ,બનાસ સાહિત્ય કલા સંઘ,આનંદ સત્સંગ પરિવાર,સંસ્કાર મંડળ,જલારામ ટ્રસ્ટ,કલા સૃષ્ઠિ ફાઉન્ડેશન,શુભેચ્છક ગ્રુપ,રોટરી કલબ,રાયકા કલબ,બંધુ સેવા ટ્રસ્ટ ,વિશ્ર્વ હિંદુ પરિષદ સહિતની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સર્વ ભગવાનભાઈ બંધુ,ડો.અજયભાઈ જોષી,મફતલાલ મોદી,જયંતિભાઈ ઓઢાવાળા,નાથાલાલ ખત્રી,બળદેવભાઈ રાયકા,ડો.રાજન મહેતા, જયેશભાઈ દેસાઈ,ઈશ્ર્વરભાઈ રાવળ,ચંદુભાઈ એટીડી,પ્રવિણભાઈ નાઈ,શ્રીમતી લક્ષ્મીબેન આચાર્ય,શ્રીમતી ચારૂબેન ઠકકર,ધનંજયભાઈ ત્રિવેદી,મહેશભાઈ મનવર સહિત સૌ સ્નેહી મિત્રોએ કનુભાઈ આચાર્યનું મોમેન્ટો,સાલ,ફૂલહાર,કંકુતિલકથી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.    આ અવસરે વિશ્ર્વ લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણીએ ટેલિફોનીકલી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે ડીસા મામલતદાર લાલજીભાઈ મકવાણાએ પણ ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

આનંદ ઠકકર ડીસા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM