સાંતલપુર તાલુકા ના અબિયાણા ગામે ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો.


સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજિત કાયૅક્રમમાં ગામમાં ગ્રામસભા નુ આયોજન કરી ગ્રામ પંચાયત અને ગામના લોકો ને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવ્યા અને તુરંત તેના અમલીકરણ માટે લોકોને પ્રેરિત કરી ને ગામ ના મુખ્ય ચોકથી પ્રાથમીક શાળા સુધી સફાઇ કરવા મા આવી હતી તેમજ સરકારશ્રીની યોજનાઓ ગામમાં લાવી ગામ માં સંપૂર્ણ વિકાસ કરવો જોઈએ અને સરકાર ની વિવિધ યોજનાઓ ને સુ વ્યવસ્થિત અમલીકરણ કરવા બાબતે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન માથી આવેલ વિમલભાઈ ચૌધરી તથા ભરતભાઈ એ લોકો ને જાગૃત કરવા માટે ગામ પંચાયત અને ગામ ના આગેવાનો ને ગ્રામીણ વિકાસ ના કાર્યો માં પહેલ કરવા જણાવેલ અને લોકો ને પંચાયત પાસે થી પોતાના હક અને અધિકાર મેળવવા કરતાં ગામ પ્રત્યે ની પોતાની ફરજ અને જવાબદારીઓ નિભાવી ગામના નાગરિક તરીકે ગામ ના વિકાસ ના કાર્યો કરવા જોઈએ અને પહેલ કરવા ગામને સ્વચ્છ રાખવા હાકલ કરી હતી રિલાયન્સ ફાઉન્ડેશન ના વિમલભાઈ તથા ભરતભાઈ અબિયાણા ગામ ના સરપંચ શ્રી તથા તાલુકા સદસ્ય મેવાભાઇ આહિર મહિલા મંડળ નાં સભ્યો અને ગામજનો મોટી સંખ્યામાં હાજર રહેલ એવું વ્રજલાલ રાજગોર ની લેખીત યાદીમાં જણાવેલ..

આનંદ ઠકકર ડીસા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM