હાલારમાં 181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી

જામનગર
હાલારમાં 181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી ની નોંધ લેવાઇ છે જેમા વિકાસ ગૃહ માંથી ભાગી નીકળેલી દીકરીને ફરી વિકાસગૃહની ટીમને  ખંભાળિયાની અભયમ ટીમ એ સોંપી છે આ અંગેની વિગત એવી છે કેદ્વારકા રેલ્વે પોલીસ ( આરપીએફ ) માંથી 181માં  એક કોલ આવેલ કે એક દીકરી મળી આવી છે જેમની આપ કોઈ મદદ કરો..ત્યારે ખંભાળિયાની અભયમ ટીમ દ્વારકા ખાતે પહોંચી..  એ દીકરીનું કાઉન્સેલિંગ કરતાં જાણ થય કે તે દિકરી મૂળ કર્ણાટકની છે. તેના માતા- પિતા આ દુનિયામાં નથી રહ્યા.તે દિકરી તેના કાકા-કાકી સાથે કર્ણાટક રહેતી હતી આજથી એક મહિના પેલા તેને તેના ફય અને ફુવા કે જેઓ ખંભાળિયા ખાતે રહે છે તેઓ અહી સારી રીતે રાખીશું એમ કહી અહી લઈ આવેલા. દીકરીને તેમના ઘરે ઘર કામ વધુ કરાવતાં , હેરાનગતિ કરવામાં આવતા તથા તેઓ ફોન પર દિકરી ને વહેચવાની વાત કરતા દિકરી સાંભળી ગઇ અને ત્યાંથી ભાગી ગઈ. ત્યારબાદ પોલીસની મદદથી તેને વિકાસ ગૃહ જામનગર ખાતે CWC ના આદેશથી રાખેલ. દીકરી 4/10/21ને સોમવાર એ વિકાસ ગૃહ ખાતે જામનગર આવેલી ત્યાંથી ગઈ કાલે સવારે અંદાજિત 7 એક વાગે વિકાસ માંથી ભાગી ગઇ અને રેલવે સ્ટેશન પહોંચી જયપુર દ્વારકા ટ્રેનમાં બેસી ગઈ અને હાલ 12:30 એ દ્વારકા ખાતે પહોંચી જ્યાં તેઓને રેલવે પોલીસ એ મદદ કરી અને 181 માં કોલ કરી દિકરી માટે મદદ માગી. 181 ની ટીમ દ્વારકા ખાતે પહોંચી અને દીકરીનું કાઉન્સેલિંગ કરેલ અને દીકરીને પૂછતાં બહાર આવ્યું તે વિકાસ ગૃહ જામનગર માંથી ભાગી ગઇ છે. હાલ તેને સમજાવી અને 181ની ટીમ એ વિકાસ ગૃહ નો સંપર્ક સાધ્યો અને  વિકાસ ગૃહની ટીમ ને સોંપવામાં આવેલ. આમ દીકરીને મદદ કરી અને દીકરીને 181ની ટીમનો આભાર વ્યક્ત કર્યો અને હવે તેઓ નહી ભાગે તેવું પણ જણાવેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM